Home > Featured > સુરત: બારડોલીના ભાજપના આગેવાન કોંગ્રેસમાં જોડાયા બાદ ગણતરીના સમયમાં જ ફરી ભાજપમાં જોડાયા,જુઓ શું છે મામલો
સુરત: બારડોલીના ભાજપના આગેવાન કોંગ્રેસમાં જોડાયા બાદ ગણતરીના સમયમાં જ ફરી ભાજપમાં જોડાયા,જુઓ શું છે મામલો
BY Connect Gujarat11 Feb 2021 2:18 PM GMT

X
Connect Gujarat11 Feb 2021 2:18 PM GMT
સુરતના બારડોલી હળપતિ સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના માજી પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા બાદ ગણતરીના કલાકોમાં ફરી ભાજપમાં જોડાઈ ગયા હતા.
સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. જેમાં ઘણા જુના જોગીઓની ટીકીટ કપાઈ હતી. જેમાં અકોટી બેઠકના સભ્ય અને માજી પ્રમુખ રહી ચૂકેલા રમણ હળપતિની ટિકિત કપાઈ હતી. જોકે બુધવારની સાંજે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાથે જઈ ને રમણ હળપતિ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીના હસ્તે ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. અને રીતસરનું ત્રાગુ કર્યું હતું.
જોકે બીજા દિવસે સવારેથી મામલો ગરમાતા એકાએક રમણ હળપતિએ પલટી મારી ફરી ભાજપમાં જોડાવા કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની ઓફિસે પોહચ્યાં હતા અને તેમણે ફરી ભાજપ નો ખેસ પહેરી ગણતરી ના કલાકો માં પલટી મારી દીધી હતી.
Next Story