Connect Gujarat
ગુજરાત

સુરત: ભારતીય વાયુ સેનામાં એરમેન માટે ભરતી મેળો યોજાયો, રાજ્યભરના યુવા ઉમેદવારો હાજર રહ્યા

સુરત: ભારતીય વાયુ સેનામાં એરમેન માટે ભરતી મેળો યોજાયો, રાજ્યભરના યુવા ઉમેદવારો હાજર રહ્યા
X

રાજ્યભરના ૧૨ સાયન્સ પાસ યુવા અપરિણીત યુવા ઉમેદવારો માટે ભારતીય વાયુ સેનામાં એરમેન ભરતી માટેનો મેળો સુરતના આંગણે યોજાયો હતો. જેમાં સેન્ટ્રલ એરમેન સિલેકશન બોર્ડ દ્વારા વાયુ સેના ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યભરના યુવા ઉમેદવારોને આવરી લઈ ભારતીય વાયુ સેનામાં એરમેન ભરતી મેળો બે ભાગમાં યોજાયો હતો. એરમેન ભરતી દરમ્યાન મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ માટે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ફિઝિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોના એડેપ્ટેબીલીટી ટેસ્ટ પણ લેવામાં આવ્યા હતા, ત્યારે ભારતીય વાયુ સેનામાં એરમેન ભરતી મેળા દરમ્યાન સેન્ટ્રલ એરમેન સિલેકશન બોર્ડ દ્વારા વાયુ સેના ભરતી રેલીનું પણ આયોજન કરાયું હતું.

Next Story