Connect Gujarat
Featured

સુરત : વિદેશથી આવતાં પ્રવાસીઓની તપાસ માટે 1,000 બેડનો ખાસ વોર્ડ બનાવાયો

સુરત : વિદેશથી આવતાં પ્રવાસીઓની તપાસ માટે 1,000 બેડનો ખાસ વોર્ડ બનાવાયો
X

સુરત એરપોર્ટ ખાતે વિદેશથી આવતાં પ્રવાસીઓની તપાસ માટે મગદલ્લા રોડ પર આવેલી સમરસ હોસ્ટેલ ખાતે 1,000 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં નવ લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યાં છે.

કોરોના વાયરસ અંગે રાજયભરમાં એલર્ટ કરી દેવાયું છે ત્યારે સુરત મહાનગર પાલિકા તરફથી પણ વિવિધ પગલાંઓ ભરવામાં આવી રહયાં છે. સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવાના કારણે રોજના હજારો પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. ભારત સરકારે વિદેશથી આવતાં તમામ પ્રવાસીઓને 14 દિવસ સુધી કવોરેન્ટાઇનમાં રાખવા આદેશ કર્યો છે જેના ભાગરૂપે સુરતની સમરસ હોસ્ટેલ ખાતે 1,000 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

સુરતમાં દર સપ્તાહે વિદેશથી ચાર ફલાઇટ આવે છે. તમામ મુસાફરોને ખાસ વોર્ડમાં રાખવામાં આવશે. આ વોર્ડમાં આરોગ્ય અધિકારી ડૉ આશિષ નાયકની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા તથા મસ્કતી હોસ્પિટલની ટીમ કાર્યરત રહેશે. કલેકટર સહીતના ઉચ્ચ અધિકારીઓએ ખાસ વોર્ડની મુલાકાત લઇ તૈયારીઓ અને વ્યવસ્થાની ચકાસણી કરી હતી.

Next Story