Connect Gujarat
Featured

સુરત : અમરોલી નજીક અંજની ઇન્ડસ્ટ્રીના ત્રીજા માળે લાગી ભીષણ આગ, ફાયર વિભાગ દોડ્યું

સુરત : અમરોલી નજીક અંજની ઇન્ડસ્ટ્રીના ત્રીજા માળે લાગી ભીષણ આગ, ફાયર વિભાગ દોડ્યું
X

સુરત જિલ્લાના અમરોલી-સાયણ રોડ ઉપર આવેલી અંજની ઇન્ડસ્ટ્રીમાં અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે આગ લગતાની સાથે જ કારીગરોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, અમરોલી-સાયણ રોડ ઉપર આવેલી અંજની ઇન્ડસ્ટ્રીના એક ટેક્સટાઈલના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા બિલ્ડીંગનો ત્રીજો માળ આગની લપેટમાં આવી ગયો હતો. આગ લાગવાના કારણે કારખાનામાં હાજર કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી, ત્યારે કારખાનામાં રહેલા ગ્રે કાપડ અને યાર્નને બહાર કાઢવા માટે આસપાસના કારખાનાના કારગીરો અને કારખાનેદારો મદદે દોડી આવ્યા હતા.

સમગ્ર બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કોસાડ અને કતારગામના ફાયર વિભાગનો કાફલો પણ બોલાવવામાં આવ્યો હતો. સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારે હાલ તો અંજની ઇન્ડસ્ટ્રીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story