Connect Gujarat
Featured

સુરત : ઇન્ડોર સ્ટેડીયમ ભાડે આપવા જાહેરાત તો કરી દીધી પણ જુઓ પછી શું થયું

સુરત : ઇન્ડોર સ્ટેડીયમ ભાડે આપવા જાહેરાત તો કરી દીધી પણ જુઓ પછી શું થયું
X

સુરત મહાનગર પાલિકા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમને નવરાત્રી માટે ભાડે આપવા જાહેરાત કરવામાં આવી હતી. મીડિયામાં અહેવાલ આવતાની સાથે પાલિકા જાગી છે અને સ્ટેન્ડિંગ કમિટીએ સ્ટેડીયમ ભાડે આપવાનું મુલતવી રાખવામાં આવ્યું છે.

આગામી તારીખ 17 ઓક્ટોબરથી નવરાત્રી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રીનો ઉત્સવ આવી રહયો છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે નવરાત્રીના આયોજન અંગે રાજય સરકાર તરફથી હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે સુરત મહાનગર પાલિકાએ એક બે દિવસ અગાઉ નવ દિવસ માટે ઇન્ડોર સ્ટેડિયમ ભાડેથી ફાળવવા ટેન્ડર નોટિસ બહાર પાડીને ઓફર મંગાવવામાં આવી હતી.1 ઓક્ટોબર સુધીમાં બંધ કવરમાં આયોજકોએ પાલિકાની મુખ્ય કચેરીએ ફોર્મ જમાં કરાવવાનું હતું. ડિપોઝિટ 2 લાખ જેટલી જમાં કરાવવાની શરત મુકાઈ હતી. મનપાએ જાહેરાત આપતાં વિવાદ થયો હતો અને આખરે સ્ટેડીયમ ભાડે આપવાનું મુલતવી રખાયું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અનિલ ગોપલાણીએ કહ્યું કે, હાલ લોકોનું આરોગ્ય જળવાઈ તે પ્રથમ મુદ્દો છે. સરકાર આગામી સમયમાં ગાઈડલાઈન પ્રમાણે આયોજન કરવા કહેશે તો તે પ્રમાણે કરાશે. હાલ જાહેરાત કેન્સલ કરવામાં આવી છે

Next Story