Connect Gujarat
Featured

સુરત: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં એન.સી.પી.મેદાને,ઉમેદવારોના નામની જાહેરાત

સુરત: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં એન.સી.પી.મેદાને,ઉમેદવારોના નામની જાહેરાત
X

એન.સી. પી દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 20 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. એનસીપી દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી

ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકા,નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની ચૂંટણીના કાર્યક્રમોની તારીખે જાહર કર્યા બાદ રાજકીય પાર્ટીઓ વધુ સક્રિય થઈ ગઈ છે આજરોજ સુરત માં NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસકી અને મહિલા પ્રમુખ રેશ્મા પટેલની હાજરીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું . સુરત શહેરમાં 30 વોર્ડમાં 120 બેઠક પર NCPએ કુલ 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી અને મહિલા પ્રમુખ રેસમાં પટેલે NCP સમગ્ર ગુજરાતમાં નગર પાલિકા,મહાનગર પાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી

Next Story