Connect Gujarat
Featured

સુરત : જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી બજરંગ દળના પ્રમુખે પોલીસ કમિશનરના જાહેરનામાનો કર્યો ભંગ

સુરત : જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી બજરંગ દળના પ્રમુખે પોલીસ કમિશનરના જાહેરનામાનો કર્યો ભંગ
X

નેતાઓ હોય કે, પછી હોય કોઈ સામાજિક કાર્યકર્તાઓ. સુધરવાનું તો નામ જ નથી લેતા. તેઓ દિનપ્રતિદિન કોવિડ નિયમના ધજાગરા ઉડાવી રહ્યા છે, ત્યારે સુરત શહેર ખાતે બજરંગ દળના પ્રમુખનો જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા છેલ્લા ઘણા સમયથી જાહેરમાં બર્થ-ડેની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે આ પ્રતિબંધ વચ્ચે સુરત શહેર બજરંગ દળના પ્રમુખ દેવીપ્રસાદ દુબેએ પોતાના જન્મ દિવસની જાહેરમાં ઉજવણી કરી નિયમના ધજાગરા ઉડાવ્યા છે. તો સાથે જ જન્મ દિવસની ઉજવણીનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અનેક યુવાનોનું ટોળું એકત્રિત કરી દેવીપ્રસાદ જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે. ઉપરાંત ઉજવણી દરમ્યાન લોકોના મોઢા પર માસ્ક પણ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરાયું ન હતું.

નેતા હોય કે, સામાજિક કાર્યકર્તાઓ... દિનપ્રતિદિન જાહેરમાં જન્મ દિવસ સહિતના અનેક કાર્યક્રમો ઉજવી સરકારી જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જોકે થોડા દિવસ અગાઉ મુકદ્દર રંગી અને તેના સ્વજનો દ્વારા કરાયેલી ઉજવણીમાં તેઓની ધરપકડ કરવામાં આવી હતી. તો સાથે જ સચિન વિસ્તારમાં પણ આ પ્રકારે ઉજવણી કરી રેલી કાઢવામાં આવતા પોલીસે 5 લોકોની ધરપકડ કરી હતી. વધુમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાએ પણ કરેલી જન્મ દિવસની ઉજવણીનો વિડિયો વાઇરલ થતાં પોલીસે ધરપકડ કરી હતી, ત્યારે હવે જોવું રહ્યું છે કે, સુરત પોલીસ બજરંગ દળના પ્રમુખ દેવીપ્રસાદ ઉપર કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે.

Next Story