Connect Gujarat
Featured

સુરત: બનેવીએ સાળાની તલવારના ઘામારી કરી ઘાતકી હત્યા,જુઓ હત્યાનો LIVE વિડીયો

સુરત: બનેવીએ સાળાની તલવારના ઘામારી કરી ઘાતકી હત્યા,જુઓ હત્યાનો LIVE વિડીયો
X

સુરત શહેરના કતારગામની નીલકંઠ સોસાયટીમાં બનેવીએ સાળાને તલવારના ઘા મારી નિર્મમ હત્યા કર્યા બાદ આખા પરિવારને જાહેરમાં લાકડાના ફટકા મારી ભાગી ગયો હતો. પત્નીને છૂટાછેડાને લઈને એક વર્ષથી ચાલી રહેલા વિવાદને લઈ બનેવીએ સાળાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

સુરતના કતારગામ વિસ્તારમાં બનેવીએ સાળાની હત્યા કર્યાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. હત્યાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ઘાતકી હત્યાની સમગ્ર ઘટના કેદ થઈ છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે ભત્રીજી પ્રીતિના લગ્ન 20 વર્ષ પહેલાં મહેશ જાંજમેરા સાથે થયા હતા. જોકે જમાઈ મહેશ કેટલાક સમયથી બીજી યુવતીના પ્રેમમાં પડ્યો હતો, જેની જાણ બાદ તે પત્ની પ્રીતિને છૂટાછેડા આપી દેવા માગતો હતો. એટલું જ નહીં, પણ આ મુદ્દે 3-4 વાર મહેશ અને તેનો પરિવાર વેવાઈના ઘરમાં ઘૂસીને ધમકાવવાનો પ્રયાસ કરી છૂટાછેડા આપવા દબાણ કરી ગયો હતો. મંગળવારની સાંજે જમાઈ મહેશ અને એનો પરિવાર પિયરમાં આશ્રય લેનાર પ્રીતિને મળવા આવ્યા હતા અને છૂટાછેડાની વાત ઉપાડી ધમાલ કરી હતી. સાથે સાથે પ્રીતિ અને એના પરિવારની મહિલાઓને પણ માર માર્યો હતો. માર્કેટમાંથી સાંજે ઘરે ગયેલા જયેશ અને તેમના નાના ભાઈ નિતેશને આ બાબતની જાણ થતાં તેઓ બનેવીને સમજાવવા ગયા હતા. ત્યારે બનેવીએ સોસાયટી બહાર જ જયેશ અને નિતેશ પર તલવાર વડે હુમલો કરી ઉપરાઉપરી ઘા મારતાં બન્ને ભાઈઓ જમીન પર ઢળી પડ્યા હતા. ન્ને ભાઈ સહિત આખા પરિવારને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ આવતાં જયેશને મૃત જાહેર કરાયા હતા, જ્યારે નાના ભાઇ નિતેશને તત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ મામલે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story