Connect Gujarat
Featured

સુરત : બારડોલીના 5 કરાટેવીરોએ સર્જ્યો વિક્રમ, આપ પણ જુઓ બાળકોના અનોખા કરતબો..!

સુરત : બારડોલીના 5 કરાટેવીરોએ સર્જ્યો વિક્રમ, આપ પણ જુઓ બાળકોના અનોખા કરતબો..!
X

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ ઋષિ કરાટે ક્લાસીસ દ્વારા આયોજિત રેકોર્ડ ઇવેન્ટમાં 5 કરાટે વીરોએ પોતાનો રેકોર્ડ નોંધાવ્યો છે. જેમાં પાવર બ્રેકીંગ અંતર્ગત પાંચેય બાળકોએ એક મિનિટના સમયમાં વિવિધ વસ્તુઓને તોડી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે દાવેદારી કરી હતી.

સુરત જિલ્લાના બારડોલી પંથકના બાળકોએ વધુ એક વખત રાષ્ટ્રીય સ્તરે પોતાના શહેરનું નામ ગુંજતું કર્યું છે. બારડોલીના ઋષિ કરાટે કલાસીસના 5 જેટલા બાળકોએ નવીન રેકોર્ડ કર્યો છે. દાદી બુલસારા આથીહારા ફાઉન્ડેશનના ઉપક્રમે ઋષિ કરાટે ક્લાસીસના બાળકોએ અનોખી સિદ્ધિ મેળવી છે. જેમાં બાળકોએ એક મિનિટના સમયગાળામાં હાથ અને માથા વડે માર્બલ ટાઇલ્સ તોડવી તેમજ કાંચની બોટલ હાથ વડે ફોડવી સહિતના કરતબોને પાવર બ્રેકીંગ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં દાવેદારી કરી હતી.

જોકે, પાંચેય બાળકોએ સાહસી વૃત્તિ દાખવી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જેમાં ઈશા પટેલ નામની નાની બાળાએ પોતાના પગ ઉપર એક મિનિટમાં 159 ટાઇલ્સ તોડી હતી, જ્યારે શિવમ પટેલે એક મિનિટમાં 249 માર્બલ ટાઇલ્સની પટ્ટી હાથ વડે તોડી હતી. તો સાથે જ ભાર્ગવ પારેખે પણ એક મિનિટમાં માથા વડે 141 ટાઇલ્સ તોડી હતી. ઉપરાંત અશ્વિની ઢોલેએ પણ હિંમતભેર એક મિનિટમાં 56 કાચની બોટલ તોડી હતી. જોકે આ પ્રકારનો રેકોર્ડ પ્રથમ વાર જ કરાટે ફિલ્ડમાં જોવા મળ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

Next Story