Connect Gujarat
ગુજરાત

સુરત : લગ્ન પહેલા જ યુવાને કર્યું કઇંક એવું! જાણીને લાગશે નવાઈ

સુરત : લગ્ન પહેલા જ યુવાને કર્યું કઇંક એવું! જાણીને લાગશે નવાઈ
X

ગ્લોબલ

વોર્મિંગની સમસ્યા વિશ્વના તમામ દેશો માટે હાલ પડકાર સાબિત થઇ રહી છે. જેને પહોંચી વળવા દુનિયાના તમામ

દેશો ભારે જહેમત કરી રહ્યા છે. ત્યારે સુરતમાં એક વરરાજાએ લગ્ન પહેલા દસ વીસ નહીં પણ 100 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું છે અને તેની કાળજી લેવાનો સંકલ્પ કર્યો છે. જેથી આવનાર દિવસોમાં પર્યાવરણ માટે પોતાનું યોગદાન

આપી શકે.

લગ્નના

થોડા દિવસ પહેલાં સુરતના વરરાજા પોતાના લગ્નની તૈયારીઓ સાઈડમાં મુકી પર્યાવરણની

જાળવણી માટે મેદાને ઉતર્યા છે. સુરતના આર્કિટેક્ટ ઝિયાન પથ્થરવાળાના 29મી ડિસેમ્બરના રોજ લગ્ન છે.પરંતુ લગ્નની તૈયારી છોડીને ઝિયાન વૃક્ષોનું રોપણ કરી રહ્યો

છે. સુરતના અર્બન ફોરેસ્ટમાં ઝિયાને 100 જેટલા છોડનું રોપણ કરી એક અનોખી

પહેલ સાથે લોકોને પર્યાવરણની જાળવણી કરવા સંદેશ આપ્યો

છે. વૃક્ષોના નિકંદનને લઇ એટલી ચિંતા હતી કે લગ્ન પહેલા તે પર્યાવરણ માટે

કશું કરવા માંગતો હતો અને તેને એક જ દિવસમાં 100 થી વધુ છોડનું રોપણ કર્યું હતું. ઝિયાનની સાથે તેનો પરિવાર પણ આ ભગીરથ કાર્યમાં શામેલ થયો

હતો.

ઝિયાને માત્ર છોડનું રોપણ જ નહીં કર્યું પરંતુ આ તમામ છોડોનું આવનાર ચાર વર્ષ સુધી જતન કરવાનો પણ સંકલ્પ કર્યો છે. જેથી આ તમામ છોડ જ્યારે વૃક્ષ બને ત્યારે પર્યાવરણને શુદ્ધ કરવામાં પોતાનું યોગદાન આપી શકે. ખાસ કરીને જ્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરતને ગુજરાતનું આર્થિક પાટનગર ગણવામાં આવે છે અને અહીં ભારે ઉદ્યોગો સ્થાપિત છે. જેને કારણે પ્રદુષણની માત્રા વધતી હોય છે. જેથી સુરત હરિયાળુ બને અને પર્યાવરણ ની સંભાળ થાય તે માટે ઝિયાને એક અનોખો પ્રયાસ કર્યો છે.

Next Story