Connect Gujarat
ગુજરાત

સુરત: ભેસ્તાન SMC ભીમ નગર આવાસમાં સ્લેબના પોપડા પડતા મચી દોડધામ

સુરત: ભેસ્તાન SMC ભીમ નગર આવાસમાં સ્લેબના પોપડા પડતા મચી દોડધામ
X

સુરતના ભેસ્તાન ખાતે આવેલ એસ.એમ.સી ભીમ નગર આવાસ માં ફ્લેટના પોપડા પડવાની ઘટના બની છે પોપડા પડવાની સાથે જ જીવ બચાવવા લોકોમાં ભારે દોડધામ મચી હતી

સુરત મનપા દ્વારા ભેસ્તાન ખાતે ગરીબોને ફળવામાં આવેલ સરકારી આવાસની હાલત માત્ર 7 વર્ષમાં ખખડધજ બની છે કારણ ભેસ્તાન એસ.એમ.સી ભીમ નગર આવાસ માં ફ્લેટના પોપડા પડવાની ઘટના સામે આવી છે અચાનક ત્રણ ફ્લેટના પોપડા પડતા ની સાથેજ પોતાનો જીવ બચાવવા માટે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી એસ.એમ.સી ભીમ નગર આવાસ માં ફ્લેટ નંબર 7,10,11,12 માં એક બાદ એક પોપડા પડવાની ઘટના બનતાજ ફાયરને જાણ થવાની સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી લોકોને બહાર કાળવાની કામગીરી હાથ ધરી હતી સદ્ નસીબે કોઈ જાનહાનિ ન બની હતી અગાવ ભેસ્તાન ખાતે આવેલ સરસ્વતી આવાસ,ભેસ્તાન રેલવે ફાટક આવસ,માં સ્લેબના પોપડા પડવાની ઘટના બની હતી એ દરમિયાન આવાસમાં વસતા લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી જયારે આજે મનપા દ્વારા બનાવમાં આવેલ ભીમ નગર આવાસમાં સ્લેબના પોપડા પડવાની ઘટના સામે આવી છે

જયારે શહેરમાં વસતા ગરીબ લોકોના ઝોપડા હટાવીને સ્માર્ટ સીટીનું સપનું સાકાર કરવા જનાર મનપાએ ખખડધજ આવાસ બનાવીને લોકોને જીવન જોખમે રહેવા માટે આપી દીધા છે 7 વર્ષમાં આવાસ ખખડધજ થઈ જતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે મનપા કોન્ટ્રાક્ટરો ના પાપે.સ્માર્ટ સીટી ને કલંક લાગ્યું હોય એમ માની શકાય

Next Story