Connect Gujarat
ગુજરાત

સુરત : જાણો... એવું તો શું થયું કે, દિયરની હત્યા કરવા માટે ભાભી મજબૂર બની..!

સુરત : જાણો... એવું તો શું થયું કે, દિયરની હત્યા કરવા માટે ભાભી મજબૂર બની..!
X

સુરતના પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક ભાઈએ ભાભી સાથેના આડાસંબધોમાં દિયરને પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. મહિલા સાથેના ફોટા સોશિયલ મીડિયામાં મુકવાની ધમકી આપતા ભાભીએ દિયરને ગળે ટૂંપો આપી તેનું માથું દિવાલ સાથે ભટકાવી હત્યા કરી હતી. જે સમગ્ર મામલો પીએમ રિપોર્ટના આધારે સામે આવ્યો હતો. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી 35 વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી.

સુરત શહેરના પાંડેસરા પોલીસની પકડમાં આવેલી આ મહિલાને પોલીસે હત્યાના ગુન્હામાં ધરપકડ કરી છે. તેના કૌટુંબિક દિયરની હત્યા કરવામાં આવી છે. વડોદ ગામે ગણેશનગર-2માં રહેતા અને કલરકામની મજૂરી કરતા 18 વર્ષીય વિનય યાદવની તેના રૂમમાંથી લાશ મળી આવી હતી. યુવકને માથાના ભાગે ઈજાઓ હોવાના કારણે પોલીસે ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું.

સમગ્ર ઘટનામાં વિનય યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે એકાદ વર્ષ પહેલા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં તેના કૌટુંબિક ભાઈ શિવપૂજન અને ભાભી રામકુમારી સાથે રહેતો હતો. તે વખતે ભાભી સાથે તેના આડા સંબધો હતા. ત્યાર પછી વિનય પોતાના વતન જતો રહ્યો હતો. પરંતુ છેલ્લા 3 મહિનાથી વિનય વતનથી આવી અલગ રૂમમાં રહેતો હતો. મૃતક વિનય યાદવે તેની ભાભીને અગાઉના તેની સાથેના સેલ્ફી ફોટો મોબાઇલમાં પાડ્યા હતા. જે ફોટો સોશિયલ મીડિયા પર મુકી દેવાની ધમકી આપી ભાભી સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો.

આ મામલે મહિલાના પતિને પણ શંકા ગઈ હતી. મહિલાને એ‌વુ હતું કે, આ ફોટા જો મારો પતિ જોઇ લેશે તો તે આત્મહત્યા કરી લેશે અને પછી પરિવાર સાથે જિંદગી કેવી રીતે ગુજારવી તેવું તેના મનમાં હતું. જેના કારણે કંટાળી રામકુમારીએ વિનયને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરી લીધું હતું. મહિલાએ વિનયના રૂમમાં જઈ દારૂના નશામાં સૂતેલા પોતાના જ દિયરને દુપટ્ટા વડે ગળું દબાવી માથું દિવાલ સાથે ભટકાવ્યું હતું. જેના પગલે વિનયનું મોત નીપજ્યું હતું.

જોકે મહિલાની પોલીસે પૂછપરછ કરતા મહિલા પોતે જાણે કંઈ જાણતી ન હોય તેવી રીતે નાટક કરવા લાગી હતી. ત્યાર બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે તેનો ભાંડો ફોડી નાખ્યો હતો. બનાવને પગલે હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે હત્યારી ભાભી રામકુમારીની ધરપકડ કરી છે.

Next Story
Share it