Connect Gujarat
ગુજરાત

સુરત: પુણા ગામની ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આગ, બેનાં મોત

સુરત: પુણા ગામની ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આગ, બેનાં મોત
X

સુરતના પુણા ગામના આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં સાડી રોલ પોલીસની ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ફેક્ટરીની અંદર લોક મારીને સૂતેલા બે યુવકોના મોત નિપજ્યાં છે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી સાડી રોલ પોલીસની ફેક્ટરી રામદેવ ડેકોમાં આગ ફાટી નીકળી હતી. આગની ઘટના બની ત્યારે બે વ્યક્તિઓ દુકાનમાં અંદરથી લોક મારીને સૂતા હતા. રોલ પોલીસના મશીનમાં મોડી રાત્રે 3.52 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઘટના દરમિયાન દુકાનમાં ભૂરારામ મકવાણા અને રાધેશ્યામ બેરવાલા નામના કામદારો સૂતા હતા જેમનું ગૂંગળામણમાં મોત નીપજયું છે. બન્ને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બંનેને દુકાનમાંથી કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બંનેને મૃત જાહેર કરાયા હતા.

ફાયર વિભાગને ફેક્ટરીમાંથી 7 જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે. સમગ્ર મામલે એફએસએલને જાણ કરવામાં આવી હતી. પોલીસે હાલ FSLની મદદથી બનાવની વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story