Connect Gujarat
Featured

સુરત : ભાજપના કોર્પોરેટર થયાં કોરોના મુકત, સ્વાગતમાં કાર્યકરો ભુલ્યાં ભાન

સુરત : ભાજપના કોર્પોરેટર થયાં કોરોના મુકત, સ્વાગતમાં કાર્યકરો ભુલ્યાં ભાન
X

કોરોનાની મહામારી વચ્ચે કોરોનામાંથી સાજા થતાં નેતાઓના સ્વાગતની નવી પરંપરા શરૂ થઇ ચુકી છે. સુરતના ભાજપના કોર્પોરેટર અને ડ્રેનેજ કમિટીના ચેરમેન અમિતસિંહ રાજપુત કોરોનામાંથી સાજા થતાં તેમના સ્વાગતમાં ઉમટી પડેલા ટેકેદારોએ કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે..

સુરતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને કોરોનાનું સંક્રમણ રોકવા તંત્ર એડીચોટીનું જોર લગાવી રહયું છે. પણ સત્તાના મદમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જ કોરોના વાયરસની ગાઇડલાઇનનો છેડેચોક ભંગ કરી રહયાં છે. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે. વાત એમ છે કે સુરત મનપાના ભાજપના કોર્પોરેટર અને ડ્રેનેજ કમિટીના ચેરમેન અમિતસિંહ રાજપુત કોરોનાથી સંક્રમિત થયાં હતાં. હોસ્પિટલમાં સારવાર બાદ તેઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. અમિતસિંહ રાજપુતના સ્વાગત માટે તેમના ટેકેદારો ઉમટી પડયાં હતાં. કોરોનાના સંક્રમણથી બચવા માટે દો ગજ કી દુરી તથા માસ્ક પહેરવું ફરજિયાત છે તેમ છતાં સ્વાગતમાં આવેલાં કાર્યકરોએ ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. સામાન્ય માણસો માસ્ક ન પહેરે તો તંત્ર એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરે છે ત્યારે હવે આ કિસ્સામાં પોલીસ અને તંત્ર શું પગલાં ભરે છે તે હવે જોવું રહયું

Next Story