Connect Gujarat
Featured

સુરત:મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા,જુઓ 120 બેઠકો માટે કેટલા દાવેદારો

સુરત:મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા,જુઓ 120 બેઠકો માટે કેટલા દાવેદારો
X

ચૂંટણી પંચ દ્વારા 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે આજ થી સુરત શહેર ખાતે શહેર ભાજપ દ્વારા મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ નિરીક્ષકોએ ઉમેદવારી નોંધાવવા આવેલા દાવેદારોને સાંભળ્યા હતા શહેરના અલગ અલગ કુલ 7 સ્થળો પર તારીખ 24મી અને 25મી દરમિયાન મહાનગરપાલિકાના 30 વોર્ડના દાવેદારોને સાંભળશે

ચૂંટણીપંચ દ્વારા 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત બાદ સુરત શહેરના અલગ અલગ 7 સ્થળો પર પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારી નોંધાવવા આવેલા ઉમેદવારોને સાંભળ્યા હતા. મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડમાં 120 બેઠકો પર તારીખ 24મી અને 25મી દરમિયાન દાવેદારોને સાંભળવામાં આવશે . ભાજપમાં લાંબા સમયથી કામ કરતાં કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો સહિત આગેવાનો દાવેદારી નોધાવવા પહોચ્યા હતા. જેઓને નિરીક્ષકોએ સાંભળ્યા હતા. નિરીક્ષકો આ અંગે રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ મોવડી મંડળને સોપાશે અને ત્યાર બાદ ઉમેદવારોના નામની સતાવાર યાદી જાહેર કરવામાં આવશે હાલમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ દ્વારા 55 વર્ષથી વધુ વયના લોકોને ટિકિટ ન માંગવા સલાહ આપવામાં છે. ભાજપ દ્વારા જો 55 વર્ષની વય જોવામાં આવે તો સિટિંગ કોર્પોરેટરોમાંથી વધુ લોકો ઘરે બેસે તેમ છે. સુરત મહાનગર પાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે 2700 જેટલા ફોર્મ વહેચાયા હતા ત્યારે ઉમેદવારોનો રાફડો ફાટયો એમ કહી શકાય

Next Story