Connect Gujarat
ગુજરાત

સુરત : એપીએમસીની ફ્રી હોમ ડીલીવરી સેવાના બંને નંબરો આવે છે વ્યસ્ત

સુરત : એપીએમસીની ફ્રી હોમ ડીલીવરી સેવાના બંને નંબરો આવે છે વ્યસ્ત
X

જીવનજરૂરીયાતની

વસ્તુઓ ખરીદવા થતી ભીડને રોકવા દેશમાં એકમાત્ર સુરત એપીએમસીએ ફ્રી હોમ ડીલીવરી

સેવા શરૂ કરી છે પણ બંને ફોન વ્યસ્ત રહેતાં હોવાથી માત્ર 100 લોકોને જ તેનો લાભ મળ્યો હતો.


કોરોના

વાયરસને ફેલાતા અટકાવવા માટે સૂરત મહાનગર પાલિકાના સહયોગથી એપીએમસી વિના મૂલ્યે

હોમ ડિલીવરી સર્વિસના પુરી પાડી રહી છે. રોજના 1,200થી વધુ

લોકોને અનાજ, શાકભાજી અને ફળફળાદિ સહિતની જરૂરીયાતની

વસ્તુઓ ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. લોક ડાઉનનો ચુસ્તપણે અમલ થાય અને લોકોને

તેમની જરૂરિયાતની સેવાઓ ઘર બેઠા મળી રહે તે માટે પાલિકાએ એપીએમસી સાથે મળીને

શાકભાજી, ફ્રૂટ અને અનાજની ફ્રી હોમ ડિલીવરીની સર્વિસ અમલમાં મુકી છે. રવિવારે

પહેલાજ દિવસે એપીએમસી દ્વારા બે ફોન નંબર જ જાહેર કરતાં દિવસભર લાઈનો વ્યસ્ત રહી

હતી. જેના કારણે માત્ર 100 જેટલા

લોકોને તેનો લાભ મળ્યો હતો. જોકે, વેબસાઈટ

જાહેર કર્યા બાદ એક અઠવાડિયામાં 8000 થી વધુ

લોકોને આ સેવાનો લાભ મળ્યો છે.

Next Story