Connect Gujarat
Featured

સુરત : ફાયર એકસ્ટિન્ગયુસર નહિ ખુલતાં મચી ગઇ દોડધામ, જુઓ શું છે ઘટના

સુરત : ફાયર એકસ્ટિન્ગયુસર નહિ ખુલતાં મચી ગઇ દોડધામ, જુઓ શું છે ઘટના
X

સુરતના તક્ષશિલા કોમ્પલેકસમાં લાગેલી આગની ઘટના બાદ ફાયર સેફટીના કાયદા સઘન બનાવાયાં છે પણ સુરતમાં બીઆરટીએસના સ્ટેન્ડ પર લાગેલું ફાયર એકસ્ટિન્ગયુસર શોભાના ગાંઠીયા સમાન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

તમારા સ્ક્રીન પર તમે છે દ્રશ્યો જોઇ રહયાં છો તે સુરતના પાંડેસરા વિસ્તારના બીઆરટીએસ બસ સ્ટેન્ડના છે. જેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સેફટીના કાયદો કડક બનાવ્યો હોવાથી બસ સ્ટેન્ડ પર ફાયર એકસ્ટિન્ગયુસર હોવું ફરજિયાત છે. આગને જોઇ ફાયર બિગ્રેડના જવાનો તથા અન્ય લોકો ફાયર એકસ્ટિન્ગયુસર તરફ દોડયા અને આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

એક તરફ ફાયર એકસ્ટિન્ગયુસર શોભાના ગાંઠીયા સમાન હતું અને બીજી તરફ આગ પ્રસરી રહી હતી. આવા સમયમાં ટ્રાફિક બિગ્રેડના એક જવાને સમય સુચકતા વાપરી અને રસ્તા પરથી પસાર થતી બીઆરટીએસની અન્ય બસને રોકી તેમાંથી ફાયર એકસ્ટિન્ગયુસર લઇ આવ્યો અને આગ પર પાવડરનો મારો ચલાવ્યો હતો.

રાજયમાં ફાયર સેફટીના કાયદાને ભલે કડક બનાવાયો હોય પણ સુરતમાં બનેલી ઘટના તેનો છેદ ઉડાવતી હોય તેમ લાગી રહયું છે. ઠેર ઠેર ફાયર એકસ્ટિન્ગયુસર લગાવી દેવાયાં છે પણ તે ચાલુ હાલતમાં છે કે કેમ તે જોવાની કોઇ તસદી લેતું નથી અને ફાયર એકસ્ટિન્ગયુસરનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની તાલીમ પણ લોકોને આપવામાં આવી નથી તે આ ઘટના પરથી ફલિત થઇ રહયું છે. સુરતની ઘટના પરથી શાસકોએ બોધપાઠ લેવો જોઇએ કે જયારે આગ લાગે ત્યારે કુવો ખોદવા ન જવાય..

Next Story