Connect Gujarat
Featured

સુરત : ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ડિવાઈડર પર ચઢી, ડિવાઈડર પર સૂતેલા શ્રમજીવી મોત

સુરત : ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ડિવાઈડર પર ચઢી, ડિવાઈડર પર સૂતેલા શ્રમજીવી મોત
X

સુરત જિલ્લાના કીમ પાસે ડમ્પર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળ્યાની ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી, ત્યારે સુરત શહેરના પુણા વિસ્તારમાં લક્ઝરી બસ ડિવાઈડર પર સૂતેલા એક શ્રમજીવી પર ફરી વળી હતી. જેમાં એક શ્રમિકનું મોત નીપજતાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા ગંગા હોટલ નજીક લાલ દરવાજા તરફથી આવતી એક લક્ઝરી બસ નં. GJ-05-Z-1402 પુણા રોડ પરથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સીધી ડિવાઈડર પર ચઢી ગઈ હતી, ત્યારે ડિવાઈડર સૂતેલા શ્રમજીવીઓને અડફેટે લેતા એક શ્રમિકનું બસના ટાયરની નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ બસ ચાલક બસને સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. જોકે બસના આગળના ટાયર નીચે શ્રમિકનો મૃતદેહ ફસાઈ જતાં ફાયર ફાઇટરોએ તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. તો સાથે જ બસનો અકસ્માત થયો હોવાની જાણ થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ તો નાસી છૂટેલા બસ ડ્રાઈવરને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story