Connect Gujarat
Featured

સુરત: એક તરફ સી.આર.પાટિલ સભા સંબોધી રહ્યા હતા ત્યારે બીજી તરફ થઈ દોડાદોડી, જુઓ શું છે કારણ

સુરત: એક તરફ સી.આર.પાટિલ સભા સંબોધી રહ્યા હતા ત્યારે બીજી તરફ થઈ દોડાદોડી, જુઓ શું છે કારણ
X

રાજયમાં મહાનગર પાલિકાની ચૂંટણીને આડે હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે સુરત ખાતેથી રાજ્યની 6 મહાનગર પાલિકાઓના 144 વોર્ડમાં વર્ચ્યુઅલ સભા સંબોધી હતી જો કે લાંબા ભાષણથી કંટાળેલા લોકોએ ચાલુ સભામાં જ ભોજન કાઉન્ટર પર દોટ મૂકી હતી.

ગુજરાત રાજ્યમાં મનપાની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં સુરતથી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વર્ચ્યુલ સંબોધન કર્યું હતુઁ. સી આર પાટીલે અડાજણ સ્થિત એસ.એમ.સી. પાર્ટી પ્લોટ ખાતેથી વર્ચ્યુલ સભા યોજી હતી.રાજ્યની 6 મહાનગર પાલિકાઓના 144 વોર્ડમાં વર્ચ્યુઅલ સભા સંબોધવામાં આવી હતી.

રાત્રે 8.30 કલાકે સભાનું આયોજન સુરત ખાતે કરાયું હતુ.સભાને સંબોધતા પાટીલે છેલ્લા 25 વર્ષ દરમ્યાન ભાજપના સાશનમાં થયેલા વિકાશના કામો અંગે વિશેષ ચર્ચા પર ભાર મુક્યો હતો. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ કાર્યકર્તાઓને મક્કમતાથી જોડાઈ જવા માટે પણ પાટીલે આહવાન કર્યું હતું. સુરતની તમામ 120 બેઠકો પર જીતનો લક્ષ્યાંક પાટીલે રાખ્યો છે અને કાર્યકર્તાઓને પણ આ બેઠકો પર કબજો જમાવવા માટે પુરી તાકાતથી કામ કરવા સુચન કર્યું હતું.

વર્ચ્યુઅલ સભામાં મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓ પાટીલના 58 મિનિટ ચાલેલા સંબોધનથી અકળાયા હતા અને ખુરશીઓ છોડી ભોજન કાઉન્ટર તરફ દોડ મૂકી દીધી હતી.જેના કારણે સભામાં રીતસર દોડાદોડીના દ્રશ્યો સર્જાયાં હતા.એકતરફ પાટીલ સંબોધન કરી રહ્યા હતા. બીજી તરફ કાર્યકર્તાઓ જમવા માટે પડાપડી કરી રહ્યા હતા.

Next Story