Connect Gujarat
ગુજરાત

સુરત: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થીતિમાં યોજાયું કોળી સમાજ સંમેલન

સુરત: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થીતિમાં યોજાયું કોળી સમાજ સંમેલન
X

સુરત ખાતે પટેલ સમાજની વાડીમાં કોળી સમાજ સમલેનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અખિલ કોળી સમાજના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ખાસ હાજરી આપી હતી. લોકસભા ચૂંટણી નજીક આવતા ખાસ ગુજરાતની નવસારી બેઠક પર ઉમેદવાર કોળી પટેલ હોય એવી સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જ્યારે સુરત આવ્યા ત્યારે અહીંના લોકોએ આ માંગ રાખી હતી કે, નવસારી લોકસભામાં કોળી સમાજનો ઉમેદવાર ઊભો કરવામાં આવે. આ અંગે કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી તેઓ વલસાડ, નવસારી અને ઓલપાડના વિસ્તારોમાં સમાજના લોકો સાથે બેઠક કરી તેમની માંગણી જાણી રહ્યા છે. તેમની વ્યાજબી માંગણી ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચાડશે.

Next Story