Connect Gujarat
ગુજરાત

સુરતઃ CM દ્વરા ઉદઘાટનનાં બીજા દિવસે કેબલ બ્રિજ જોવા પહોંચી ભેંસો, મારી લટાર

સુરતઃ CM દ્વરા ઉદઘાટનનાં બીજા દિવસે કેબલ બ્રિજ જોવા પહોંચી ભેંસો, મારી લટાર
X

કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપરથી ભેંસો પસાર થતાં વાહન ચાલકો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા

સુરતમાં ગતરોજ ગાંધીજયંતિ નિમિત્તે મુખ્યમંત્રીનાં હસ્તે કેબલ સ્ટેઈડ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ દિવસભર ટ્રાફિક જોવા મળ્યો હતો. જેકો આજે આ બ્રિજ ઉપર કંઈક અલગજ દ્રશ્ય નજરે પડ્યું હતું. મુખ્યમંત્રીએ ખુલ્લા મુકેલા આ કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપર આજે બુધવારે ભેંસોએ લટાર મારી હતી. વાહન ચાલકો આ બ્રિજ ઉપરથી પસાર થતાં ભેંસોનું ટોળું બ્રિજ ઉપર ફરતું દેખાયું હતું. આ ભેંસોનું ટોળું જોઈ વાહન ચાલકો પણ અચરજમાં મૂકાયા હતા.

સુરતનાં અડાજણ-અઠવાને જોડતો રૂપિયા 143.64 કરોડના ખર્ચે બનેલો કેબલ સ્ટેઇડ બ્રિજ ગત રોજ સીએમ વિજય રૂપાણીએ ખુલ્લો મૂક્યો હતો. 5 લાખથી વધુ લોકો માટે આશીર્વાદરૂપ બનેલા બ્રિજને ખુલ્લો મૂક્યાની ગણતરીની મિનિટોમાં જ સુરતીઓ ટ્રાફિકના નિયમો તોડતા નજરે પડ્યા હતા. બ્રિજ ખુલ્લો મુકાયા બાદ હેલ્મેટ પહેર્યા વગર જ ટુ વ્હીલર ચાલકો પસાર થયા હતા. તો બીજા દિવસે ભેંસો પણ આ બ્રિજ ઉપર લટાર મારવા પહોંચી હતી. જેનો વીડિયો એક વાહન ચાલક દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો.

Next Story