Connect Gujarat
ગુજરાત

વડોદરા : કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત, જુઓ કેટલા વિંઘા જમીન બની જળ બંબાકાર..!

વડોદરા : કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત, જુઓ કેટલા વિંઘા જમીન બની જળ બંબાકાર..!
X

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદરા ગામ નજીકથી પસાર થતી કોટના

ડિસ્ટ્રિક્ટ પાણીની નર્મદા કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા, ત્યારે પાકને વ્યાપક નુકશાન થતાં ખેડૂતોએ નહેર ખાતામાં વળતરની માંગ કરી હતી.

પાદરાના સાદરા-મોભા ગામની નજીકથી પસાર થતી કોટના ડિસ્ટ્રિક્ટ પાણીની નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું

પડતા કેનાલનું પાણી આજુબાજુના 70 વિંઘા જેટલી જમીનમાં ફરી વળ્યું હતું. ખેતરોમાં ઘૂંટણસમા પાણી ફરી વળતાં 30થી વધુ ખેતરોના

ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હતું.

મોડી રાત્રે કેનાલમાં પડેલા ગાબડાની જાણ નહેર

ખાતાના અધિકારીઓને કરવા છતાં પણ પાણી બંધ ન કરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, ત્યારે ખેડૂતોએ પાકના નુકશાન અંગે નહેર ખાતામાં વળતરની માંગ કરી હતી. જો ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં નહિ આવે

તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી.

Next Story