સુરત : કારની સર્વિસ બરાબર નહિ કરી અપાતા કારચાલકે કર્યું કઇ એવું કે લોકો જોતા રહી ગયાં

0

સુરતના વરાછામાં કારની સર્વિસ બરાબર કરી આપવામાં નહિ આવતાં કારચાલકે તેની કારને ઉંટગાડી સાથે બાંધી સરઘસ કાઢી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. હાલ આ વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થઇ રહયો છે.

સુરતના વરાછા વિસ્તારમાં એક વ્યકતિએ મારૂતિ કંપનીની કારની ખરીદી કરી હતી. થોડા જ વર્ષમાં કારમાં ખામી આવતા સર્વિસ માટે ધક્કા ખાઈ રહ્યા હતા પરંતુ સંતોષકારક જવાબ નહિ મળતા તેઓએ રોષે ભરાયા હતાં. તેમણે પોતાની કાર ઊંટ સાથે બાંધી હતી અને સમગ્ર વિસ્તારમાં ફેરવી હતી. કારમાં ઉભી થયેલી સમસ્યા બાબતે બે વર્ષથી રજુઆત કરવા છતાં કંપનીએ કોઇ કાર્યવાહી નહિ કરતાં તેમણે આ પગલું ભર્યું હતું. હાલ આ વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થઇ રહયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here