Connect Gujarat
ગુજરાત

સુરત : ગણતંત્ર દિવસની ઉજવણી, ઠેર ઠેર યોજાયાં ધ્વજવંદનના કાર્યક્રમો

સુરત : ગણતંત્ર દિવસની ઉજવણી, ઠેર ઠેર યોજાયાં ધ્વજવંદનના કાર્યક્રમો
X

કાપડ તથા હીરાની નગરી ગણાતા

સુરતમાં દેશના 71મા ગણતંત્ર

દિવસની આન, બાન અને

શાન સાથે ઉજવણી કરાઇ હતી. શાળાઓ, કોલેજો, સંસ્થાઓ

અને કચેરીઓમાં ધ્વજ વંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.

સુરત શહેર પોલીસ દ્વારા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.26 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ

અને આ દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું. બંધારણ અમલમાં આવતા આ

દિવસને ગણતંત્ર દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. ગણતંત્ર દિવસને સુરત શહેર

પોલીસ દ્વારા પરેડ કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શહેરના પોલીસ કમિશનર આર

બી બ્રહ્મભટ્ટના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ

ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.

Next Story