Connect Gujarat
ગુજરાત

સુરતઃ ચામડીયા મેન્સનમાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ, કોઈ જાનહાની નહીં

સુરતઃ ચામડીયા મેન્સનમાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ, કોઈ જાનહાની નહીં
X

ચાર જેટલા ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો કર્યો પ્રયાસ

સુરતના ચોક બજાર વિસ્તારમાં ચામડીયા મેન્સનની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. ચાર જેટલા ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યો હતો.

સુરતના ચોક બજારમાં જુમ્મા મસ્જિદ નજીક આવેલ ચામડીયા મેન્સનની દુકાન આવેલી છે. દુકાનની બહાર વીજ વાયરીંગમાં શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હતી. ઘટના અંગેની જાણ રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓએ દુકાનના માલિકને કરી હતી. દુકાન માલિક દ્વારા સુરતના ફાયર સ્ટેશને જાણ કરવામાં આવી હતી. ચાર જેટલા ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. શોર્ટસર્કિટના કારણે લાગેલી આગને કારણે કોઈ નુકસાન કે જાનહાની થવા પામી નથી.

Next Story
Share it