Connect Gujarat
ગુજરાત

સુરત: સીટી બસે મારી કારને ટક્કર, સતત પાંચમાં દિવસે પણ અકસ્માતનો સીલસીલો યથાવત

સુરત: સીટી બસે મારી કારને ટક્કર, સતત પાંચમાં દિવસે પણ અકસ્માતનો સીલસીલો યથાવત
X

સુરતમાં સીટી બસથી થતાં અકસ્માતનો

સીલસીલો પાંચમા દિવસે પણ યથાવત રહયો છે. આ વખતે અકસ્માતનો બનાવ બન્યો હતો અમરોલી

બ્રિજ ઉપર, જયાં આગળ ચાલતી કારને પાછળથી સીટી બસે ટક્કર મારી હતી. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હતો.

સુરત શહેરમાં અમરોલી બ્રિજ પર સીટી બસ અને કાર વચ્ચે અકસ્માત

થયો હતો. સીટી બસથી થયેલા અકસ્માતમાં ચાર દિવસમાં ચાર લોકો જીવ ગુમાવી ચુકયાં છે. અકસ્માતની હારમાળા પાંચમા દિવસે પણ જોવા મળી હતી.

શહેરના અમરોલી બ્રિજ પાસેથી પસાર થઇ રહેલી એક કારને પાછળથી આવી રહેલી સીટી બસે ટક્કર

મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં કારમાં સવાર લોકોના જીવ તાળવે

ચોટી ગયાં હતાં. સદનસીબે કારમાં સવાર લોકોને કોઇ ઇજા થઇ ન

હતી. બસની ટક્કરના કારણે કારના પાછળના ભાગે નુકશાન થયું હતું.

Next Story