Connect Gujarat
ગુજરાત

સુરત: સિવિલમાં કેન્સર પીડિત એક મહીલાને સ્ટ્રેચર માટે 3 કલાક રઝળપાટ

સુરત: સિવિલમાં કેન્સર પીડિત એક મહીલાને સ્ટ્રેચર માટે 3 કલાક રઝળપાટ
X

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સિવિલ હોસ્પિટલમાં તંત્ર ભગવાન ભરોસે ચાલતું હોય તેમ લાગી રહ્યું છે. આ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે. પરંતુ દર્દીઓને અહી હાલાકીનો જ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેન્સર પીડિત એક મહીલા સ્ટ્રેચર માટે ત્રણ કલાક રઝળતી રહી પરંતુ તેની મદદે કોઈ આવ્યું નહિ.

સુરતના મજુરાગેટ પર આવેલી નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે છે. અહીં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. પરંતુ આ હોસ્પિટલ હંમેશા કોઈને કોઈ વાતને લઈને વિવાદમાં રહેતી હોય છે. ક્યારેક ડોક્ટરની તો ક્યારેક સિક્યુરીટી ગાર્ડની બેદરકારી સામે આવતી હોય છે.નવી સિવિલ હોસ્પીટલમાં એક કેન્સર પીડિત મહિલાને સ્ટ્રેચર નહિ મળતા ૩ કલાકથી વધુ સમયથી તે રઝળતી રહી હતી. વેસુ સ્થિત રહેતા રાજેન્દ્ર પ્રસાદ શર્માની માતાને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં વ્હીલચેર માટે તેઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ માત્ર ધક્કા જ ખાવા પડયા હતા. હોસ્પિટલનું તંત્ર માત્ર એક બીજાને ખો જ આપી રહ્યું હતું. મીડિયાને જોતા તંત્ર દોડતું થયું હતું અને દર્દીને સ્ટ્રેચર આપવામાં આવ્યું હતું.બીજા બનાવમાં સુરતના વરાછા ખાતે રહેતા અલ્કાબેનની માતાને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી પરંતુ તેઓ ચાલી નહિ શકતા સ્ટ્રેચર અને વ્હીલચેરની માગણી કરવામાં આવી હતી પરંતુ તેઓને પણ ધક્કા જ ખવડાવામાં આવ્યા હતાં.સિવિલ હોસ્પિટલ હમેશા કોઈને કોઈ વાતને લઈને વિવાદમાં રહેતી હોય છે. ત્યારે તંત્રની આવી લાપરવાહી સામે દર્દીઓમાં રોષ જોવા મળી રહયો છે.

Next Story