Connect Gujarat
Featured

સુરત : સિવિલમાં કવોરન્ટાઇનમાં રખાયેલો દર્દી ફરાર, આખરે પોલીસે શોધી કાઢયો

સુરત : સિવિલમાં કવોરન્ટાઇનમાં રખાયેલો દર્દી ફરાર, આખરે પોલીસે શોધી કાઢયો
X

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતાં અને શંકાસ્પદ કોરોનાના કારણે કવોરન્ટાઇનમાં રાખવામાં આવેલો દર્દી ફરાર થઇ જતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

પાંડેસરા શ્રીકૃષ્ણ નગરમાં રહેતા ૩૨ વર્ષીય યુવાનમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો પણ સલામતીના કારણોસર તેને કવોરન્ટાઇન કરાયો હતો. 14 દિવસનો કવોરન્ટાઇન સમય પસાર થાય તે પહેલાં ગત રોજ તે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. હોસ્પિટલના સ્ટાફે તેની શોધખોળ શરૂ કરી હતી પણ તે ન મળી આવતાં પોલીસને જાણ કરાઇ હતી. પાંડેસરા પોલીસે યુવાનને શોધી કાઢી ફરીથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધો છે.

Next Story