Connect Gujarat
ગુજરાત

સુરત : CAAના સમર્થનમાં નીકળેલી રેલીમાં મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહારો

સુરત : CAAના સમર્થનમાં નીકળેલી રેલીમાં મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહારો
X

દિલ્હી

વિધાનસભાની ચુંટણીના એકઝીટ પોલથી ગરમાયેલા માહોલ વચ્ચે સુરતમાં સીએએના સમર્થનમાં

રેલી યોજવામાં આવી હતી. જેમાં હાજર રહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર

પ્રહારો કર્યા હતાં.

નાગરિકતા

સંશોધન કાયદાના સમર્થનમાં રાજયમાં ઠેર ઠેર રેલી યોજાઇ રહી છે ત્યારે રવિવારના રોજ

સુરતમાં વિશાળ તિરંગા સાથે નીકળેલી રેલીને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ

પ્રસ્થાન કરાવ્યું હતું. સુરતના વરાછા મીની બજાર ખાતેથી નીકળેલી રેલી શહેરના વિવિધ

વિસ્તારોમાં ફરી હતી.

રેલીના

પ્રસ્થાન સમયે આયોજીત જનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો

કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં આજ દિવસ સુધી તમે લોકોએ

આતંકવાદીઓને બિરયાની ખવડાવી તમે આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કર્યું છે અને આ દેશને

નબળો કર્યો છે દેશના ટુકડા ટુકડા કરવાવાળાઓ સીએએનો વિરોધ કરી રહયાં છે. કોંગ્રેસ અને અન્ય વિરોધીઓ સીએએ મુદ્દે

ખોટા પ્રચાર, લોકોને

ગેરમાર્ગે દોરી મુસલમાનોને આગળ કરી વિરોધ કરી રહ્યા છે.

સીએએના

સમર્થન માટે નીકળેલી રેલીમાં વિશાળ તિરંગાની સાથે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હિનાબેન ચૌધરી પણ

આર્કષણનું કેન્દ્ર બન્યાં હતાં. રવિવારના રોજ તેમના લગ્ન હોવાથી વિધિ ચાલી રહી

હતી. તેઓ વિધિ છોડીને રેલીમાં જોડાયાં હતાં.

રાજયના વન

અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા સહિત ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરો પણ

રેલીમાં જોડાયાં હતાં. તેમણે નાગરિકતા સંશોધન કાયદાના માધ્યમથી વિરોધીઓ પર નિશાન

સાધ્યું હતું.

Next Story