Connect Gujarat
ગુજરાત

સુરતઃ 143.64 કરોડના ખર્ચે બનેલા કેબલ સ્ટેઇડ બ્રિજને CMનાં હસ્તે ખુલ્લો મૂકાયો

સુરતઃ 143.64 કરોડના ખર્ચે બનેલા કેબલ સ્ટેઇડ બ્રિજને CMનાં હસ્તે ખુલ્લો મૂકાયો
X

શહેરનાં 5 લાખથી વધુ લોકો આ બ્રિજનો ઉપયોગ કરી શકશે, વાહન ચાલકો હેલ્મેટ વગર જ નીકળ્યા

સુરતમાં આજે ગાંધી જયંતી નિર્મિતે અડાજણ-અઠવાને જોડતા 143.64 કરોડના ખર્ચે બનેલા કેબલ સ્ટેઇડ બ્રિજને સીએમ વિજય રૂપાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 5 લાખથી વધુ લોકો માટે આશીર્વાદરૂપ બનેલા બ્રિજને ખુલ્લો મૂક્યાની ગણતરીની મિનિટોમાં જ સુરતીઓ ટ્રાફિકના નિયમો તોડતા નજરે પડ્યા હતા. બ્રિજ ખુલ્લો મુકાયા બાદ હેલ્મેટ પહેર્યા વગર જ ટુ વ્હીલર ચાલકો પસાર થયા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="67488,67489,67490,67491,67492,67493,67494"]

સુરતના અડાજણ અને અઠવાલાઈન્સને જોડતા 143.64 કરોડના ખર્ચે તૈયાર નવલા નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજનું આજે મુખ્યમંત્રી વિયજ રૂપાણીના હસ્તે અઠવાલાઈન્સ તરફથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જ્યારે બીજા છેડે અડાજણ તરફથી કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા ઓપનિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ દિનેશ કાછડિયાની અટકાયત કરી હતી. દેશમાં મોટા સિટીમાં કોલકાતા વિદ્યાસાગર સેતુ બ્રિજ બાદ બીજો સિંગલ પ્લેન હાઈ પાઇલોન કેબલ સ્ટેઇડ પ્રકારનો બ્રિજ એટલે કે 24 મીટરના પહોળાઈના બ્રિજમાં સેન્ટરમાંથી બ્રિજને કેબલ થકી ઉંચક્યો છે. તથા રાજ્યનો પહેલો ટુ વે કેબલ બ્રિજ સુરત શહેર માટે નજરાણા સમાન છે.

બ્રિજ ખુલ્લો મુક્યા બાદ સીએમના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રિજ જ પર થોડે દૂર સુધી તેઓ ચાલ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મહાત્માં ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે સુરતમાં 900 કરોડના કામોના લોકાપર્ણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું છે. દુનિયાના તમામ પડકારોનું સમાધાન ગાંધી વિચોરોથી જ થઈ શકે તેવું બધા માનતા થયા છે. આવનારા દિવસોમાં ગાંધીના વિચોરોનું માર્ગદર્શન મળી રહે તે માટે એવા અનેક કાર્યક્રમો રાજય સરકાર કરવાની છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત અને વિકાસ એકબીજાનો પર્યાય બન્યો છે. સુરત ભારતના આગળ વઘતા શહેરોમાનું એખ શઙેર છે. સુરતના પદાધિકારીઓ સમયની માંગ સાથે વિકાસને આગળ વધારે છે.રોરો પેરી સર્વિલ 12મી ઓકમ્બરે દહેજથી ભાવનગર જશે રોરો- ફેરીને જે સ્ટીમર જેમાં ટ્રક અને મોટરો પણ જઈ શકશે , બસ પણ આખી અંદર જઈ શકશે. રસ્તા પરની ટ્રાફિક હળવી કરવા માટે સમુદ્રથી ટ્રાન્સપોર્ટ થઈ શકશે. સાથે ગીરમાં થયેલ સિંહની મોત વિશે જણાવ્યું હતુ કે રીપોર્ટ આવ્યા બાદ આ પ્રકારના ઘટના ન બને તે માટેના પ્રયાસ કરવામાં આવશે.

Next Story