Connect Gujarat
Featured

સુરત : મહિલાઓએ કરી સામાજીક, આર્થિક અને રાજકીય સમાનતાની માંગણી

સુરત : મહિલાઓએ કરી સામાજીક, આર્થિક અને રાજકીય સમાનતાની માંગણી
X

દેશમાં સ્ત્રીઓ પર વધી રહેલા અત્યાચારના બનાવો રોકવા તથા મહિલાઓને સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે સમાન હકની માંગણી સાથે સુરતમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સુરતમાં ગરિમા મહિલા અધિકાર મંચના ઉપક્રમે વડાપ્રધાનને સંબોધતું આવેદનપત્ર કલેકટરને આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી મહિલાઓએ તેમને સામાજીક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે સમાન હક આપવાની માંગણી કરી હતી. આ ઉપરાંત મહિલા સશક્તિકરણની વાતો માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સાંપ્રત સમયમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારના બનાવો રોકવા કડક પગલાં ભરવા પણ આવેદનપત્રમાં જણાવાયું છે.

Next Story