સુરત: કોલેજના વિદ્યાર્થીઓએ ધૂળેટીની કરી ઉજવણી, રંગીન યાદોની મોબાઈલમાં લીધી સેલ્ફી

0
122

સુરતમાં ધૂળેટી પર્વની ધામધૂમથી આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ અબીલ ગુલાલથી એકબીજાને રંગો લગાવી ધૂળેટીની ઉજવણી કરી હતી.

સુરતમાં કોરોના વાયરસને કારણે હોળી ધૂળેટીના અનેક આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે, તેમ છતાં સુરતની કોલેજોમાં ધૂળેટી પર્વની દબાદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ સાથી વિદ્યાર્થીઓ સાથે અબીલ ગુલાલથી ધૂળેટી રમી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ ફિલ્મી ગીતો પર ડાન્સ કર્યો હતો, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલમાં સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here