Connect Gujarat
ગુજરાત

સુરત: આ વર્ષે ઉત્તરાયણમાં ફીરકી-પતંગની સાથે રંગબેરંગી ફુગ્ગાઓની રહી બોલબોલા

સુરત: આ વર્ષે ઉત્તરાયણમાં ફીરકી-પતંગની સાથે રંગબેરંગી ફુગ્ગાઓની રહી બોલબોલા
X

સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

ઉત્તરાયણમાં દર વર્ષે પતંગો તો દેખાય જ છે પરંતુ આ વર્ષે પતંગોની સાથે સાથે રગબેરંગી ફુગ્ગાઓનો ક્રેઝ લોકોમાં વધુ જોવા મળ્યો, સુરતમાં ફીરકી-પતંગની સાથે રંગબેરંગી ફુગ્ગાઓની બોલબાલા રહી હતી.

સરકારે તુક્કલ પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી મકરસંક્રાંતિના તહેવાર પર પતંગ રસિયાઓ પતંગ-ફીરકી સાથો સાથ હવે રંગેબેરંગી ફુગ્ગાઓની ખરીદી કરી રહ્યા છે. આજે વહેલી સવારે મકરસંક્રાંતિના પર્વ ઉપર રોજ કિમ માંડવી રોડ પર પણ રંગેબેરંગી ગેસ ભરેલા ફુગ્ગાઓના વેચાણે જોર પકડ્યું હતું. આ માર્ગ પર ફુગ્ગાઓની ખરીદી કરવા રસિયાઓ સવારથી પહોચી ગયા હતા.ગેસ ભરેલા ફુગ્ગાઓમાં નાના બાળકો માટે ડોરેમોન,પોપટ,માછલી જેવા ફુગ્ગાઓ એ આકર્ષણનું કેદ્ર ઉભું કર્યું હતું.

જાણો, મકરસંક્રાંતિના પર્વનું શું છે મહત્વ :

મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.

ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.

Next Story