Connect Gujarat
Featured

સુરત : કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ મોઢે માસ્ક પહેરીને કોર્ટ પહોંચ્યા, જાણો મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું..!

સુરત : કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ મોઢે માસ્ક પહેરીને કોર્ટ પહોંચ્યા, જાણો મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું..!
X

સુરત ખાતે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ મોઢે માસ્ક પહેરીને કોર્ટમાં હાજર રહ્યા હતા, ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, પક્ષ પલટો કરનારા નેતાઓને જાહેરમાં લાવી મેથીપાક ચખાડવો જોઈએ.

સુરતના યોગી ચોકમાં સભા દરમ્યાન શરતોના ભંગ બદલ હાર્દિક પટેલ વિરુદ્ધ ફરિયાદ થઇ હતી, ત્યારે વારંવાર ગેરહાજર રહેતા વોરંટ રદ કરાવવા માટે હાર્દિક પટેલ પોતાના વકીલ સાથે કોર્ટમાં હાજર થયો હતો. હાર્દિક પટેલ કોર્ટમાં માસ્ક પહેરીને આવ્યો હતો.

હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં પ્રજાના મત સાથે ચૂંટાયેલા નેતાઓ રૂપિયાની લાલચમાં જતાં રહે તે પ્રજા સાથે દ્રોહ કર્યો હોવાનું કહેવાય છે, ત્યારે લોકોએ હવે આવા નેતાઓને પારખી લેવાની જરૂર છે. કોંગ્રેસના નેતાઓને ખરીદવા માટે ભાજપના મુખ્યમંત્રીએ જોર લગાવવું પડે તે લોકો સાથે છેતરપિંડી જ કરી હોવાનું કહેવાય છે. ઉપરાંત આમ આદમી પાર્ટીમાં જોડાઈ જવાના મુદ્દે ચોખવટ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં જ છું. ભાજપના લોકો દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હું કોંગ્રેસ છોડવાનો નથી અને મને એવી કોઈ ઓફર પણ નથી.

Next Story