Connect Gujarat
Featured

સુરત બન્યું કોરોનાનું “હોટસ્પોટ”, જાણો વૈશ્વિક મહામારીને પહોંચી વળવા મનપાએ કોના સાથે કર્યું MOU..!

સુરત બન્યું કોરોનાનું “હોટસ્પોટ”, જાણો વૈશ્વિક મહામારીને પહોંચી વળવા મનપાએ કોના સાથે કર્યું MOU..!
X

અનલોક-1 દરમ્યાન સુરત હવે કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે, ત્યારે હવે આ વૈશ્વિક મહામારીની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા સ્મીમેર હોસ્પિટલ સહિત શહેરની 37 જેટલી ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરવામાં આવશે.

સુરત મહા નગરપાલિકા દ્વારા શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલ સાથે MOU કરવામાં આવ્યું છે. સાથે સાથે “એટ યોર ડોર સ્ટેપ” સેવા પણ શરૂ કરવામાં આવી છે. જેમાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓએ 104 નંબર ઉપર ફોન કરવાનો રહેશે, ત્યારે પાલિકાની ટીમ દર્દીના ઘરે પહોંચી તેને યોગ્ય સારવાર પણ આપશે. હાલ સુરત જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો આંક 4 હજારને પાર થઇ ગયો છે, ત્યારે આ મહામારીને કાબુમાં લેવા હવે ખાનગી હોસ્પિટલમાં પણ પાલિકા દ્વારા સારવાર શરૂ કરવા માટે કરાર કરવામાં આવ્યો છે.

મેયર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓના અલગ અલગ સ્ટેજ હોય છે. એવા પણ દર્દીઓ હોય છે કે, જેને એક પણ લક્ષણ ન હોય, કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર હોય છે, ત્યારે હવે સુરતમાં “કેર એટ હોમ”ની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જોકે મનપાની આ સેવા દ્વારા દર્દીએ ક્યાંય જવું પડશે નહી, અને પાલિકા સામેથી તેમના ઘરે પહોંચશે. આ ઉપરાંત લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા મનપા દ્વારા અભિયાન શરૂ કરાશે. જેમાં 105 ધનવંતરી રથ ડોક્ટરની ટીમ સાથે વિવિધ વિસ્તારમાં ફરશે, ત્યારે સુરતવાસીઓને પણ સહયોગ આપવા મનપાએ અપીલ કરી છે.

Next Story