Connect Gujarat
સમાચાર

સુરત : કોરોના વાયરસની અસર કોર્ટના કામો પર પડી, ફક્ત ઈમરજન્સી કેસ ચલાવવા કરાયો આદેશ

સુરત : કોરોના વાયરસની અસર કોર્ટના કામો પર પડી, ફક્ત ઈમરજન્સી કેસ ચલાવવા કરાયો આદેશ
X

સુરત શહેરમાં

પણ કોરોના વાયરસની ઇફેક્ટ જોવા મળી છે, ત્યારે કોર્ટ ખાતે આવતા ફક્ત ઈમરજન્સી કેસ જ ચલાવવાનો આદેશ કરવામાં

આવ્યો છે. તો કોર્ટની કેન્ટીન, લાઇબ્રેરી સહિત વકીલ મંડળના રૂમ પણ બંધ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

વિશ્વભરમાં વકરી રહેલા કોરોના વાયરસની અસરને પહોચી વળવા સરકાર

દ્વારા અનેક આગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે, ત્યારે સુરત

કોર્ટ દ્વારા પણ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં

આવનારા ત્રણ સપ્તાહ સુધી કોર્ટ ખાતે માત્ર ઇમરજન્સી કેસ જ ચલાવવામાં

આવશે. ઉપરાંત બિનજરૂરી લોકોએ કોર્ટ કેમ્પસમાં રોકાવવું નહિ તેમજ પક્ષકારોએ

વકીલની સલાહ લીધા વગર કોર્ટ નહીં આવવા માટે

ખાસ આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટ કેમ્પસની કેન્ટીન, લાઇબ્રેરી તથા વકીલ મંડળના રૂમ પણ બંધ રાખવા માટે જણાવવામાં આવ્યું છે, ત્યારે આ અંગે મુખ્ય

સરકારી વકીલ નયન સુખવાલા અને બાર એસસિયેશનના પ્રમુખ બ્રિજેશ પટેલે માહિતી આપી હતી.

Next Story