Connect Gujarat
Featured

સુરત : ખાનગી હોસ્પિટલો સાથે કોવિડની સારવાર માટે બેડના કરાર મનપા દ્વારા રદ્દ, ધન્વંતરી રથની સંખ્યામાં પણ ઘટાડો

સુરત : ખાનગી હોસ્પિટલો સાથે કોવિડની સારવાર માટે બેડના કરાર મનપા દ્વારા રદ્દ, ધન્વંતરી રથની સંખ્યામાં પણ ઘટાડો
X

સુરત શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળતાં મહાનગરપાલિકાએ ખાનગી હોસ્પિટલો સાથે કોવિડ સારવાર માટે કરેલા બેડના કરાર આગામી તા. 1 ફેબ્રુઆરીથી રદ્દ કરવામ આવશે. તો સાથે જ વિવાદમાં આવેલ ધન્વંતરી રથની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવશે. નર્મદ યુનિવર્સિટી સમર્થ હોસ્ટેલ ખાતે ઓક્સિજન પ્લાનને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

સુરતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. જેમાં કોરોના પોઝિટિવ કેસ રોજ 50થી નીચે આવી રહ્યા છે, તો સાથે જ ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. એક તરફ મનપા દ્વારા વેક્સિનેશનની કામગીરી પણ ચાલી રહી છે. તો બીજી તરફ શહેરમાં લોકો બેફિકર બની માસ્ક વગર નજરે પડે છે. પરંતુ લોકોએ પણ તકેદારી રાખવી આવશ્યક છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે કોવિડની સારવાર માટે કરાર કરવામાં આવ્યા હતા.

જોકે શહેરમાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. હાલ દરરોજ પોઝિટિવ કેસ 50ની સંખ્યા નીચે આવી રહ્યા છે, ત્યારે મનપા દ્વારા પોઝિટિવ દર્દીઓની સારવારને લઇ ખાનગી હોસ્પિટલો સાથે કરેલા કરાર આગામી તા. 1 ફેબ્રુઆરીથી રદ્દ કરવા માટે મનપા કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સમરસ હોસ્ટેલ બિલ્ડીંગમાં બનાવવામાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ મનપાની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તો સાથે જ વિવાદમાં આવેલા ધન્વંતરી રથની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Next Story