Connect Gujarat
Featured

સુરત : કોરોનાગ્રસ્ત દર્દીઓને હવે નહીં રહે “ઓક્સિજન”ની ખેંચ, જાણો સ્મિમેર હોસ્પિટલેસુવિધામાં કેવો કર્યો વધારો..!

સુરત : કોરોનાગ્રસ્ત દર્દીઓને હવે નહીં રહે “ઓક્સિજન”ની ખેંચ, જાણો સ્મિમેર હોસ્પિટલેસુવિધામાં કેવો કર્યો વધારો..!
X

સુરતની સ્મિમેર હોસ્પિટલ ખાતે 20 હજાર લીટરની ક્ષમતા ધરાવતી લીક્વિડ ઓક્સિજનની ટેન્ક મૂકવામાં આવી છે, ત્યારે કોરોનાની વધતી જતી મહામારી વચ્ચે ક્રિટીકલ દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

કોરોનાના વધતાં જતાં કાળ વચ્ચે સુરત સ્થિત સ્મિમેર હોસ્પિટલ ખાતે અગાઉ 10 હજારની લીટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક મૂકવામાં આવી હતી. જોકે હવે વધુ 20 હજાર લીટરની ક્ષમતા ધરાવતી લીક્વિડ ઓક્સિજન ટેન્ક મૂકાતા 30 હજાર લીટરની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવશે.

સ્મિમેર હોસ્પિટલ ખાતે અગાઉ કોરોનાના ક્રિટીકલ દર્દીઓ માટે ઓક્સિજનને લઈ ઘણા વિવાદ થયા હતા. જેમાં 2 દર્દીઓને પૂરતી માત્રામાં ઓક્સિજન નહીં મળવાથી મોત નીપજ્યું હતું, ત્યારે હવે કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ઓક્સિજનની માંગ વધતાં વધુ 20 હજાર લીટરની ક્ષમતા ધરાવતી લીક્વિડ ઓક્સિજનની ટેન્ક મૂકવામાં આવી છે, ત્યારે હવે સ્મિમેર હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓને વધુ સારી સારવાર મળી રહે તે માટે યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

Next Story