Connect Gujarat
ગુજરાત

સુરત: વહેલી સવારથી જ મતદાન મથકો પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી

સુરત: વહેલી સવારથી જ મતદાન મથકો પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી
X

ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન છે ત્યારે સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે સુરતમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી

લોકસભાની ચૂંટણીનું આજે મતદાન છે ત્યારે ગુજરાત ભરના લોકો આજે મતદાન કરી રહ્યા છે ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરતમાં 7 વાગ્યાની સાથે મતદાન મથકો પર લોકો ઉમટી પડ્યા હતા અને મતદાન કર્યું હતું આ ઉપરાંત નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટિલ પર ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચી ચુક્યા હતા તેઓએ પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી

આ વર્ષે ખાસ કરીને યુવા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી યુવાઓ મતદાન કરવા પહોંચી રહ્યા છે અને મતદાન કરી લોકોને અને અન્ય યુવાનોને પણ મતદાન માટે અપીલ કરી રહ્યા છે

Next Story