Connect Gujarat
ગુજરાત

હવે સુરતથી મુંબઈ બ્રાંદ્રા-વર્લી સી લિંક સુધીની ક્રૂઝ સેવાની થઈ શરૂઆત

હવે સુરતથી મુંબઈ બ્રાંદ્રા-વર્લી સી લિંક સુધીની ક્રૂઝ સેવાની થઈ શરૂઆત
X

રાજ્ય સરકાર દ્વારા મુંબઈની એસએસઆર કંપનીને

આપવામાં આવેલી પરવાનગીને પગલે આજે સુરતથી મુંબઈ (બ્રાંદ્રા-વર્લી સી લિંક) સુધીની

ક્રૂઝ સેવાની શરૂઆત કરવામાં આવી છે. આજે એસ્સાર જેટીથી આ ક્રૂઝને ફ્લેગ ઓફ કરવામાં

આવ્યું હતું.

આ બંને શહેરો વચ્ચે ‘મુંબઈ

મેઇડન’ નામની ક્રૂઝ સેવાનો શરૂઆતના ધોરણે અઠવાડિયામાં એક વખત

લાભ આપવામાં આવશે. ફેરી સર્વિસ દર ગુરૂવારે બાંદ્રા-વર્લી સી લિંકથી સાંજે 5

વાગ્યે નીકળશે અને શુક્રવારે સવારે 9 વાગ્યે હજીરા જેટી પહોંચશે. જે ફરી મુંબઈ જવા

શુક્રવારે સાંજે 5 વાગ્યે નીકળશે અને શનિવારે સવારે 9 વાગ્યે પહોંચાડશે.

હાલ 300 વ્યક્તિઓની

ક્ષમતાવાળી આ ક્રૂઝનું ભાડું 3 થી 5 હજારની વચ્ચે આંકવામાં આવી રહ્યું છે. આજે

મુંબઈથી આવી ચૂકેલા આ ક્રૂઝને હજીરા એસ્સાર જેટી ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું

હતું.

Next Story