Connect Gujarat
Featured

સુરત : સુમુલ ડેરી ગોલ્ડ દૂધના પ્રતિ લિટરે રૂ. 2 વધુ લેતી હોવાના આક્ષેપ સાથે યૂથ કોંગ્રેસનો વિરોધ

સુરત : સુમુલ ડેરી ગોલ્ડ દૂધના પ્રતિ લિટરે રૂ. 2 વધુ લેતી હોવાના આક્ષેપ સાથે યૂથ કોંગ્રેસનો વિરોધ
X

સુરત શહેરની સુમુલ ડેરીના સંચાલકો દ્વારા અમુલ ગોલ્ડ દૂધના એક લિટરે 2 રૂપિયા સુધીનો ભાવ વધારો કરાતા ગ્રાહકો સાથે છેતરપિંડી કરાતી હોવાના આક્ષેપ સાથે યૂથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

સુરત શહેર યૂથ કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, સુમુલ ડેરીના સંચાલકો દ્વારા અમુલ ગોલ્ડ દૂધના ભાવમાં વહેલી તકે ઘટાડો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. અમુલ ડેરી દ્વારા અમુલ ગોલ્ડ દૂધનો પ્રતિ લિટરે ભાવ 56 રૂપિયા પ્રમાણે છે. જયારે એ જ દૂધ સુમુલ ડેરી દ્વારા બનાવીને વેચવામાં આવે છે, ત્યારે પ્રતિ લિટર 58 રૂપિયા ભાવે વેચાણ કરી 2 રૂપિયા સુધીનો નફો મેળવવામાં આવે છે, ત્યારે સુમુલ ડેરી દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરાતી હોવાનો યૂથ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઉપરાંત સુમુલ ડેરીને દરરોજ રૂપિયા 13 લાખ અને વર્ષે 47.45 કરોડનો વાર્ષિક નફો થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે સુમુલ ડેરી અંદર દૂધ ભરતા સભાસદોને એક પણ રૂપિયાનો નફો આપવામાં આવતો નથી, ત્યારે આ મામલે કડક પગલા ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં યૂથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવ કરી ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Next Story