Connect Gujarat
ગુજરાત

સુરત : કલમોઇ ગામે દિપડી પાંજરે પુરાઇ, માનવભક્ષી હોવાની શકયતા

સુરત : કલમોઇ ગામે દિપડી પાંજરે પુરાઇ, માનવભક્ષી હોવાની શકયતા
X

સુરતના

માંડવી તાલુકાના કલમોઇ ગામેથી દીપડીને ઝડપી પાડવામાં વન વિભાગને સફળતા મળી છે. આ

દિપડીએ પાતલ ગામે શ્રમજીવી પરિવારની બાળકી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી

હોવાની શકયતા છે.

માંડવી

તાલુકાના પાતલ ગામે થોડા દિવસો પહેલાં શ્રમજીવી પરિવારની બાળકી પર દીપડાએ હુમલો

કરતાં બાળકીનું મોત થયું હતું. ઘટના બાદ વન વિભાગે માનવભક્ષી દિપડાને ઝડપી પાડવા

માટે કવાયત હાથ ધરી હતી. દરમિયાન પાતલથી બે કીમી દુર આવેલાં કલમોઇ ગામે વન વિભાગે

મુકેલાં પાંજરામાં એક દીપડી પુરાઇ છે. આ દિપડીએ જ બાળકી પર હુમલો કર્યો હોવાની

શકયતાના પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હુમલાના સ્થળેથી મળેલા ફુટમાર્ક તેમજ

એફએસએલની મદદથી પાંજરે પુરાયેલી દીપડી માનવભક્ષી છે કે કેમ તે જાણવાના પ્રયાસો હાથ

ધરાયાં છે.

બાળકી પર

થયેલાં હુમલા બાદ વિભાગની ટીમે અલગ અલગ 16 સ્થળોએ પાંજરા મુકયાં હતાં તેમજ 12 જેટલા

કેમેરા ટ્રેપ ગોઠવ્યાં હતાં. આખરે કલમાઇ ગામેથી દીપડી ઝડપાઇ ગઇ હતી. દીપડીની ઉમંર 5 વર્ષની

હોવાનું જાણવા મળી રહયું છે. પાતલ બાદ અંકલેશ્વર નજીક આવેલાં ભરણ ગામમાં પણ

દીપડાના હુમલામાં બાળકનું મોત થયું હતું. પાતલ તેમજ આસપાસના 8 કીમીના

વિસ્તારમાં દીપડાઓની હીલચાલ જોવા મળી હતી. દીપડી પાંજરે પુરાઇ જતાં લોકોએ હાશકારો

લીધો છે. દીપડાના હુમલા બાદ ખેડૂતો અને શ્રમજીવીઓએ ખેતરોમાં જવાનું પણ બંધ કરી

દીધું હતું.

Next Story