Connect Gujarat
ગુજરાત

સુરત : દીલ્હી, મુંબઇ, જયપુર અને હૈદરાબાદ હવે વિમાનમાં પણ જઇ શકાશે

સુરત : દીલ્હી, મુંબઇ, જયપુર અને હૈદરાબાદ હવે વિમાનમાં પણ જઇ શકાશે
X

દેશમાં બે મહિનાથી ચાલી રહેલાં લોકડાઉનમાં સોમવારના રોજથી વધુ એક છુટ મળવા જઇ રહી છે. કેન્દ્ર સરકારે મંજુરી આપી દેતાં સોમવારના રોજથી દેશમાં ઘરેલું હવાઇ સેવા શરૂ થશે.જેના ભાગરૂપે સુરત એરપોર્ટ ખાતે તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવાય છે.

સમગ્ર દેશમાં બે મહિનાથી ઠપ થયેલી હવાઇ સેવા સોમવારથી પુન: શરૂ થવા જઇ રહી છે. કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં રાખી હાલ પુરતી માત્ર ઘરેલું હવાઇ સેવાને જ મંજુરી આપવામાં આવી છે. સોમવારથી શરૂ થનારી ડોમેસ્ટીક ફલાઇટ માટે એરપોર્ટ ખાતે સલામતીના પુરતા પગલાં ભરવામાં આવી રહયાં છે. મુસાફરો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સીંગ, સામાન અને મુસાફરોના સ્કેનિંગ અને સેનીટાઇઝ સહીતની વ્યવસ્થાઓ એરપોર્ટ ખાતે ઉભી કરવામાં આવી છે. સુરત એરપોર્ટની વાત કરવામાં આવે તો

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્પાઈસ જેટને ચાર,ઈન્ડિગો એરલાઈન્સને એક ફ્લાઇટ ઓપરેટ કરવા મંજૂરી આપી છે. સુરત એરપોર્ટ પરથી દીલ્હી, મુંબઇ, જયપુર અને હૈદરાબાદની ફલાઇટ શરૂ કરવામાં આવશે. ડોમેસ્ટીક ફલાઇટ શરૂ થતાં સુરતના માલેતુજારો, વેપારીઓ અને ઉદ્યોગકારોએ રાહતનો શ્વાસ લીધો છે.

Next Story