Connect Gujarat
ગુજરાત

સુરત: ધુળેટીનો તહેવાર બન્યો લોહીયાળ,એક દિવસમાં કરાઇ ત્રણ હત્યા

સુરત: ધુળેટીનો તહેવાર બન્યો લોહીયાળ,એક દિવસમાં કરાઇ ત્રણ હત્યા
X

ત્રણેય હત્યાની ઘટનાનોને લઈને પોલીસે તપાસ શરૂ કરી

સુરત શહેરમાં ધૂળેટીના જ દિવસે હત્યાના ત્રણ બનાવ સામે આવ્યા છે. ચોકબજાર, ડીંડોલી અને કાપોદ્રા વિસ્તારમાં યુવાનની હત્યા કરવામાં આવી છે એક જ દિવસમાં હત્યાના ત્રણ બનાવો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે જો કે ત્રણેય હત્યાની ઘટનાનોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રથમ બનાવમાં સુરતના વેડરોડ સ્થિત આવેલા પંડોળ વિસ્તારમાં એક આધેડની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ તપાસમાં મારનારનું નામ ખોડાભાઈ વિરજીભાઈ બાબરીયા (ઉ.વ.આ. 50) રહે વેડ રોડ પડોળ) હોવાનું બહાર આવ્યું હતું ઉપરાંત તેઓને માથામાં પથ્થરથી હુમલો અને લગભગ ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ છે. ખોડાભાઈનું પરિવાર વરાછામાં રહેતું હોવાનું અને ખોડાભાઈ પરિવારથી અલગ રહેતા હોવાનું બહાર આવ્યું છે. ખોડાભાઈ જેરામ મોરાની વાડીમાં રત્નકલાકારો તરીકે કામ કરતા હતા.ખોડાભાઈનું કેટલાક અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ભાગી જતા પોલીસે નાકાબંધી કરી તમામને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ધોળે દિવસે યુવાનની હત્યા પાછળ ઘેરાતું રહસ્ય જાણવા પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ હાથ ધરી છે.

જ્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાં 25 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ગત રોજ ધુળેટી ના પર્વ દરમ્યાન ચારથી પાંચ લોકોએ યુવકને ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો...મૃતક અને તેના અન્ય સાથીઓને પણ માર મારવામાં આવ્યો હતો.25 વર્ષીય બંટી શર્મા નામના યુવકની હત્યા બાદ આરોપીઓ ફરાર છે. ઝઘડાની જૂની અદાવતમાં મૃતકના મિત્રને સમાધાન કરી લેવા આરોપીઓએ દબાણ કર્યું હતું. જ્યાં મિત્ર ના ઘરે જઈ રહેલા બંટી શર્મા સહિત તેના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો.હુમલામાં આરોપીઓએ બંટી શર્મા ને તિક્ષણ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનામાં ડીંડોલી પોલીસે ચાર લોકો સામે હત્યા નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતમાં ત્રીજો હત્યાના બનાવમાં કાપોદ્રામાં રહેતા રાહુલ ગોરધનભાઈ ગોંડલીયા નામના ઇસમની હત્યા કરવામાં આવી છે બાઇક અથડાવવા મુદ્દે ઝગડો થતા રાહુલને ચપ્પુના ઘા ઝીકવામાં આવ્યા હતા જ્યાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો રાહુલનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે હાલ આ મામલે કાપોદ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Next Story