Connect Gujarat
ગુજરાત

ડાયમંડ સીટી સુરતમાં હાલ હીરા ઉદ્યોગની સ્થિતિ બની કફોડી

ડાયમંડ સીટી સુરતમાં હાલ હીરા ઉદ્યોગની સ્થિતિ બની કફોડી
X

ડાયમંડ સીટી સુરતમાં હાલ હીરા ઉદ્યોગની સ્થિતિ કફોડી બની છે.એક તરફ રફ હીરાના ભાવ સતત વધી રહ્યા છે બીજી તરફ પોલિશ્ડ હીરાના ભાવો ઘટી રહ્યા છે.પરિણામે ખોટ નો ધંધો કરવાને બદલે હીરાના સ્ટોક કરવાનું હીરા ઉદ્યોગના આગેવાનોએ શરૂ કર્યું છે.જેને લઇ સુરત અને મુંબઈમાં આશરે 10 હજાર કરોડના હીરાનો સ્ટોક થઇ ગયો છે.

સુરતની ચમક વધારતો હીરા ઉદ્યોગ હાલ અત્યંત કપરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે.હીરા ઉદ્યોગની હાલત અત્યારે ભારે કફોડી બની છે એક તરફ રફ હીરા હીરાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.તો બીજી બાજુ પોલિશ્ડ હીરાના ભાવો સતત ધટી રહયા છે.પરિણામે ખોટનો ધંધો કરવાને બદલે હીરાનો સ્ટોક કરવાનું હીરા ઉદ્યોગના આગેવાનોએ શરૂ કર્યું છે. તો તેનું પરિણામ એ આવ્યું કે સુરત અને મુંબઈમાં આશરે રૂપિયા ૧૦ હજાર કરોડના હીરાનો સ્ટોક થઇ ગયો છે.

ત્યારે હીરા ઉદ્યોગની આ સ્થિતિ વિષે હીરા ઉદ્યોગોના જાણકારોનું કહેવું છે કે દિવાળી પછી લગભગ એક વર્ષથી હીરા ઉદ્યોગ સતત મંદીનો માર સહન કરતો આવ્યો છે. ૧ વર્ષથી હીરા પર મજૂરીનો GSTનો ૧૮%નો રેટ , અને રાષ્ટ્રીય કૃત બેંકો હીરા ઉદ્યોગને લોન આપવા પર ૭૦ ટકા કાપ મુક્યો છે. સાથે ૨૫ ટકા કમાણીની રકમ જમા રાખવાનું ફરમાન છે. ત્યારે આ જ પરિસ્થિતિથી હીરા ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં હતો. ત્યારે હવે છેલા ઘણા સમયથી આંતરરાષ્ટ્રિય બજારમાં પોલીસ્ડ હીરાના ભાવ સતત ઘટી રહયા છે. જેની સામે ખરીદી કરવાના રફ હીરાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને રફ અને પોલીસ્ડ હીરાનું તાલમેલ ખોરવાયું જેથી તે હીરા ઉદ્યોગ માટે હાલ સૌથી કપરી પરિસ્થિતિ લઇ આવ્યું છે. આમ ચોતરફથી ઘેરાયેલા હીરા ઉદ્યોગમાં વર્કિંગ કેપિટલ જામ થઇ જમા પામી છે જેને લઈ સુરતનો હીરા ઉદ્યોગ મુસીબતમાં મુકાયો છે.

Next Story