સુરતઃ હીરાની કંપની દ્વારા મજૂરીમાં ઘટાડો કરતાં રત્નકલાકારો ઉતર્યા હડતાળ ઉપર

30

રત્નકલાકારોએ કાપોદ્રા પોલીસ મથકે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.

સુરતના કાપોદ્રા સ્થિત ધામેલીયા બ્રધર્સ નામની હીરાની કંપનીના રત્નકલાકારો હાલ હડતાળ પર છે. કંપની માલિકો દ્વારા હીરાની મજુરીમાં ઘટાડો કરતા રત્નકલાકારોએ કાપોદ્રા પોલીસ મથકે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.

સુરત છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે દિવાળી પહેલા પણ અનેક કારખાના બંધ થઇ ગયા હતા અને રત્નકલાકારોને પણ દિવાળી કરવી મુશ્કેલ થઇ પડી હતી. જોકે દિવાળી બાદ આ માહોલ માં સુધારો આવશે તેવી આશા જણાતી હતી. પરંતુ હજુ પણ સ્થિતિ સ્થિર થઇ નથી જેનો એક નમુનો સુરતમાં જોવા મળ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ધામેલીયા બ્રધર્સના માલિકોએ દિવાળી વેકેશન પૂર્ણ થતા જ રત્નકલાકારો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસ થી એક હજારથી વધુ રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે. જેમાં કંપની માલિકો દ્વારા દિવાળી પર બોનસ તો નથી આપ્યું પણ હીરા ની મજુરી માં પણ કાપ મુકવામાં આવ્યો તેવું રત્નકલાકારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. પરંતુ તેનો કોઈ નિકાલ આવ્યો નથી. ત્યારે બુધવારની સવારે રત્નકલાકારો કાપોદ્રા પોલીસ મથકે એકઠા થઇ ને વિરોધ નોંધાવ્યો હતો.

કાપોદ્રા પોલીસ મથકે રાત્નકાલાકારો એકઠા થતા કંપની માલિક પણ પોલીસ મથકે પોહ્ચ્યા હતા અને પોતાના હક ની માંગણી કરી હતી જે ભાવ દિવાળી પેહલા હતો તે જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ માલિકો દ્વારા ભાગ ઘટાડો યથાવત રાખવાની વાત કરવામાં આવી હતી તેવું રત્ન્કાલાકારો એ જણાવ્યું હતું ત્યારે આ મંદી ના સમય માં રત્નકલાકારો સાથે અન્યાય યોગ્ય નથી તાત્કાલિક ધોરણે આ સમસ્યા નો નિકાલ આવે તે જરૂરી બન્યું.

LEAVE A REPLY