Connect Gujarat
ગુજરાત

સુરત : ડાયમંડ બજારમાં મંદીના ખપ્પરમાં વધુ એક કામદારનો ભોગ લેવાયો

સુરત : ડાયમંડ બજારમાં મંદીના ખપ્પરમાં વધુ એક કામદારનો ભોગ લેવાયો
X

સુરત શહેરમાં ડાયમંડમાં મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો છે. મોટા વરાછા ખાતે આવેલ સાંઈ દર્શન રેસિડેન્સીમાં રહેતા 26 વર્ષીય રત્ન કલાકાર ગૌતમ ગણેશ સુરાણીની છેલ્લા 1 મહિનાથી બેરોજગાર હોવાથી ઝેરી દવા પી જઈ પોતાનું જીવન ટૂંકાવ્યું લીધું હતું.

ડાયમંડ સિટિ સુરતની ચમક છે, જ્યારે ડાયમંડની ચમક લાવનાર 1500 જેટલા રત્નકલાકારો બેરોજગાર બન્યા છે, ત્યારે મોટા વરાછા ખાતે આવેલ સાંઈ દર્શન રેસિડેન્સીમાં રહેતા 26 વર્ષીય રત્ન કલાકાર ગૌતમ ગણેશ સુરાણીની છેલ્લા 1 મહિનાથી બેરોજગાર હોવાથી તેઓએ ઝેરી દવા પી જઈ પોતાનું જીવન ટૂંકાવવાનો વારો આવ્યો હતો.

રત્નકલાકાર ગૌતમ ગણેશ સુરાણીની છેલ્લા 1 મહિનાથી બેરોજગાર હોવાથી રોજ એક કારખાનેથી બીજા કારખાને કામ શોધવા જતો હતો, જેથી તેનેકામ ન મળતા રસ્તામાં જ ઝેરી દવા ગટગટાવી ઘરે પહોંચ્યો હતો. ત્યાર બાદ તેને ઘરે ઉલટી શરૂ થતાં પરિવારજનોને ઝેરી દવા પીધી હોવાનું જણાવતા તેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગૌતમના 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને પરિવારમાં મોટા ભાઈ નિકુંજ સાથે તે સુરતમાં રહેતો હતો.

રત્ન કલાકાર એસોસિએશનના પ્રમુખ જયસુખ ગજેરા એ જણાવ્યું હતું કે, રોજિંદા 50થી વધુ રત્ન કલાકારોને નોકરી પરથી છૂટા કરી કરી દેવાની ફરિયાદો પણ આવી રહી છે. વેકેશન બાદ આજ દિન સુધી 1500 થી વધારે રત્ન કલાકારોને મંદીના કારણે ડાયમંડ કંપનીના માલિકોએ છૂટા કરી દીધાછે. આર્થિક સ્થિતિ નબળી થતા અને કામ ન મળતા 4 જેટલા રત્ન કલાકારોને આત્મહત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે.

Next Story