Connect Gujarat
ગુજરાત

સુરત : મહિધરપુરામાં હીરાની ઓફિસો ખુલી, પોલીસે દોડી આવી તરત બંધ કરાવી

સુરત : મહિધરપુરામાં હીરાની ઓફિસો ખુલી, પોલીસે દોડી આવી તરત બંધ કરાવી
X

સુરતના મહિધરપુરાનો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો હોવા છતાં કેટલાક હીરાના વેપારીઓએ તેમની ઓફિસો ખોલતાં પોલીસ દોડી આવી હતી. વેપારીઓને સમજાવી ઓફિસો બંધ કરાવી સ્ટાફને પરત ઘરે મોકલી દેવાયો હતો.

રાજય સરકારે લોકડાઉનના ચોથા ચરણમાં સમગ્ર રાજયમાં કન્ટેન્મેન્ટ અને નોન કન્ટેન્મેન્ટ એમ બે વિસ્તારો જાહેર કરવામાં આવ્યાં છે. નોન - કન્ટેન્મેન્ટ ઝોનમાં બધી દુકાનો ખોલવાની છુટ આપવામાં આવી છે જયારે કન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો અને બંધ રાખવા આદેશ કરાયો છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં કોરોના વાયરસના દર્દીઓ વધારે હોવાથી તેને કન્ટેન્મેન્ટ એરીયા જાહેર કરાયો છે. આ વિસ્તારમાં હીરાના કેટલાક વેપારીઓએ તેમની ઓફિસો ખોલતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. મંજુરી ન હોવા છતાં ઓફિસો ખોલવા બાબતે વેપારીઓને સમજાવી ઓફિસો બંધ કરાવી સ્ટાફને ઘરે મોકલી દેવાયો છે.

Next Story