Connect Gujarat
ગુજરાત

સુરતની ડાયમંડ કંપનીના બે કર્મચારી હોંગકોંગમાં લૂંટાયા, 78 હજાર ડોલરની થઈ લૂંટ

સુરતની ડાયમંડ કંપનીના બે કર્મચારી હોંગકોંગમાં લૂંટાયા, 78 હજાર ડોલરની થઈ લૂંટ
X

ચપ્પુની અણીએ લૂંટારૂઓએ કર્મચારીઓને ઈજાગ્રસ્ત કરીને લૂંટ ચલાવી

સુરતની હરીકૃષ્ણ ડાયમંડની સિસ્ટર કંપનીના કર્મચારીઓ હોંગકોંગ ખાતે લૂંટનો ભોગ બન્યા છે. હોંગકોંગમાંના બે જ્વેલરી સ્ટોર્સના કર્મચારીઓ પાસેથી કેટલાક અજાણ્યા શખ્સોએ રૂપિયા 5.67 કરોડ લૂંટી લીધા હતા. ચપ્પુની અણીએ લૂંટારૂઓએ કર્મચારીઓને ઈજાગ્રસ્ત કરીને લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે હોંગકોંગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હોંગકોંકમાં લૂંટારાઓના નિશાન બનેલા કર્મચારીઓ સુરતના ડાયમંડ કંપની એચ. કે. ઇમ્પેક્ષના કર્મચારીઓ છે. બંને ઇજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નોંધનીય છે કે એચ કે ઈમ્પેક્ષ હરીકૃષ્ણ ડાયમંડની સિસ્ટર કંપની છે. બંને કર્મચારીઓને પગના ભાગે ઈજા પહોંચાડીને આરોપીઓએ લૂંટ ચલાવી હતી. અગાઉથી રેકી કરીને ચલાવાઈ હોય તેવી આ લૂંટમાં આરોપીએ કર્મચારીઓ પાસેની બેગમાં રહેલા ચેક, રોકડ રકમ અને જવેલરી લઈને આરોપીઓ નાસી છૂટ્યાં છે.

સીસીટીવી ફૂટેજ પ્રમાણે જ્વેલરી સ્ટોર્સના કર્મચારીઓ પાસેથી 786000 યુએસ ડોલરની મત્તા સાથેની બેગ ચપ્પુની અણીએ અજાણ્યા વ્યક્તિઓએ જાહેર રોડ ઉપરથી આંચકીને ભાગી છુટયા હતાં. લૂંટની જાણ થતાં જ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. તો ઇજા પામનાર બે ભારતીયોને હોસ્પિટલમાં ખસેડાયા છે. હોંગકોંગના સમાચારપત્રના અહેવાલ પ્રમાણે લીલા અને કાળા રંગની થેલીઓ અજાણ્યાઓ ચપ્પુની અણીએ લૂંટીને ભાગી છુટયા હતા. રોકડા અને ક્રોસ્ડ ચેક મળી રૂ. 5.76 કરોડની લૂંટ ચલાવીને કારમાં ભાગી છુટેલા અજાણ્યાઓ શહેરની બહાર ગયા હતાં.

Next Story