Connect Gujarat
Featured

સુરત : સુરતમાં હીરા જડિત મશીનથી થઇ રહી છે હદયરોગોની સારવાર, તમે પણ જુઓ

સુરત : સુરતમાં હીરા જડિત મશીનથી થઇ રહી છે હદયરોગોની સારવાર, તમે પણ જુઓ
X

હીરાથી બનેલા આભુષણો શરીરની શોભામાં વધારો કરે છે તે બાબત સૌ કોઇ જાણે છે પણ હીરાનો હવે મેડીકલ ક્ષેત્રમાં પણ ઉપયોગ થવા લાગ્યો છે. અમે તમને બતાવવા જઇ રહયાં છે કેવી રીતે શરીરની બ્લોક થયેલી નસોને ખોલવા માટે તબીબો હીરાનો ઉપયોગ કરી રહયાં છે.

સાંપ્રત સમયમાં હદયરોગ સામાન્ય બની ગયો છે અને હદયરોગનો હુમલો જયારે નસો બ્લોક થઇ જાય ત્યારે આવતો હોય છે. બ્લોક થયેલી નસોને ખોલવા માટે તેમાં બલુન છોડવા સહિતની ઉપચાર પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે પણ સુરતના તબીબો હવે બ્લોક નસોને ખોલવા માટે હીરા જડિત રોટાબ્લેસ્ટર મશીન વાપરતાં થયાં છે. આ મશીનના આગળના ભાગે હીરા જડવામાં આવ્યાં છે. સુરતના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. અતુલ અભ્યંકર એક રત્નકલાકારની જેમ હીરાને એક ડ્રિલ મશીન ઉપર જડે છે અને આ ડ્રિલ મશીન સીધુ દર્દીના હૃદય સુધી જાય છે. અને તે મશીનની મદદથી બ્લોક થયેલી નળીઓને ખુલ્લી કરી નાંખે છે.

તબીબના જણાવ્યાં અનુસાર દર 100માંથી ચાર વ્યકતિને હાર્ટ એટેક આવવા પાછળ નસોમાં કેલ્શિયમ જામી જવાની સમસ્યા હોય છે. આ કેલ્શિયમને હટાવવા માટે આ રિયલ ડામયંડ સ્ટડેડ રોટા બ્લેટર સિસ્ટમનો ઉપયોગ કરાય છે. નસોને ખોલવા માટે બલુન છોડવામાં આવે છે પણ કેલ્શિયમ પથ્થર જેવું થઇ ગયું હોવાથી નસો ખુલતી નથી અને બલુનને વધારે પ્રેસર કરવામાં આવે તો નસ ફાટી જવાનો ખતરો રહેલો છે. આવા સંજોગોમાં આ મશીન કારગત સાબિત થઇ રહયું છે. સુરતના એક દર્દી આઝમ કેળાવાળા આખરે આ પદ્ધતિથી હાર્ટ બ્લોકેજ દૂર કર્યો. હીરાને વિશ્વનો સૌથી કઠોર પથ્થર ગણવામાં આવે છે.

રોટા બ્લેટર મશીન એક મિનિટમાં 1.60 લાખથી 1.80 લાખ વાર ફરે છે. રોટા બ્લેટર દ્વારા કેલ્શિયમ રિમૂવ કરવામાં આવે છે. મશીનમાં ટેકનિકનો ઉપોયગ કરવામાં આવ્યો હોય છે. એટલાં માટે જ્યારે મશીન ફરે ત્યારે કેલ્શિયમના કણ 5 માઈક્રોન કરતાં પણ નાના હોય છે. એટલે સરક્યુલેશન દ્વારા પસાર થઈ જાય છે અને શરીરને પણ નુકસાન થતું નથી. આ મશીનનો અભ્યાસ કરવા ઇરાનથી પણ ટીમ આવી ચુકી છે.

Next Story